GUJARAT

શ્રાવણી-જુગાર પર પોલીસની-તવાઈ,8 સ્થળે દરોડા : 53 શખ્સો પકડાયા, 1 ફરાર

  • દસાડાના ખારાઘોઢા ફતેપુર, ધ્રાંગધ્રાના જીવા, મોટી માલવણ
  • લખતરના વડલા, કળમ, ઝમર અને ચોટીલાના ઝીંઝુડામાં પોલીસની રેડ
  • ધ્રાંગધ્રા તાલુકામાં પોલીસે જુગારના 8 દરોડા કર્યા હતા

ઝાલાવાડના દસાડા, લખતર, ચોટીલા અને ધ્રાંગધ્રા તાલુકામાં પોલીસે જુગારના 8 દરોડા કર્યા હતા. જેમાં કુલ 53 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. દસાડાના ખારાઘોઢા ગામે થયેલ દરોડામાં 1 જુગારી ફરાર થઈ ગયો હતો.

દસાડાના ખારાઘોઢા ગામે નારણ ઉર્ફે ગુડી ખોડીદાસભાઈ પટેલ, હાર્દીક વિનુભાઈ વાસાણી, રાજુ કાનાભાઈ કોપણીયા, નીમેશ ઉર્ફે ટીનો માવજીભાઈ ઠાકોર, વિનોદ ગુગાભાઈ કુડેચા અને મયુદ્દીન જેનુભાઈ કુરેશી રોકડા રૂ.35,150, ર મોબાઈલ સહિત રૂ. 36,650 સાથે પકડાયા હતા. આ દરોડામાં આસીફખાન ફરાર થઈ ગયો હતો. જયારે ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે વાડીના શેઢે જુગાર રમતા મહેશ સુરેશભાઈ કાચરોલા, મુકેશ સનાભાઈ લાકડીયા, સુરા ખોડાભાઈ પાંચીયા, પીન્ટુ મથુરભાઈ રોજાસરા અને મહેશ વાલાભાઈ ગમારા રોકડા રૂ.19,700 સાથે જુગાર રમતા પકડાયા હતા. આ ઉપરાંત ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામે અક્ષય બળદેવભાઈ સાંખલપરા, રમેશ કુનાભાઈ ગમારા, વીરસીંગ દેવશીભાઈ નગવાડીયા, ચંદ્રેશ શીવાભાઈ રાઠોડ, કરણ કીશોરભાઈ પરમાર, ભરત બાબુજીભાઈ દારાવાડીયા, કીશન મનસુખભાઈ સાવડીયા, મુના ઉર્ફે મનજી કાળુભાઈ ચુડાણી અને રમેશ દેવજીભાઈ ચૌહાણ રોકડા રૂ.11,650 સાથે ઝડપાયા હતા. બીજી તરફ લખતરના વડલામાંથી સંતરામ ભાઈલાલભાઈ કોતરવાડીયા, ચમન હીરાભાઈ માનકોલીયા, ધીરૂ રસીકભાઈ માનકોલીયા, દલસુખ ઉર્ફે ડકો દાનાભાઈ ભાંભરીયા, સંગ્રામ ઓધાભાઈ ભાંભરીયા, મેલા દેવજીભાઈ ભાંભરીયા, કમલેશ જનકભાઈ ભાંભરીયા રોકડા રૂ. 10,450 સાથે ઝડપાયા હતા.

જ્યારે દસાડા તાલુકાના ફતેપુરમાં અજીત અંબારામભાઈ જેડાણી, દિનેશ કાળુભાઈ જેડાણી, સકતા દીલાભાઈ ધામેચા, મહેશ લાધાભાઈ ધામેચા, પ્રવીણ રાયસીંગભાઈ ભારાણી, કંચા કુંવરાભાઈ ધામેચા, સુરેશ લઘરાભાઈ જેડાણી, અંકીત નાથાભાઈ ધામેચા, જગદીશ કાળુભાઈ ધામેચા, કાળુ દાનાભાઈ કુડેચા, અશ્વીન સોનાભાઈ ધામેચા, રાયસીંગ ઉર્ફે મોહન મહાદેવભાઈ અને પીન્ટુ જયંતીભાઈ જેડાણી રોકડા રૂ. 10,380 સાથે ઝડપાયા હતા. જયારે ચોટીલાના ઝીંઝુડા ગામે હસમુખ પુંજાભાઈ પંચાલ, માવજી આલાભાઈ બથવાર, લલીત નાજાભાઈ પંચાલ અને જયદીપ હરેશભાઈ બેડવા રૂ. 2020 સાથે ઝડપાયા હતા. બીજી તરફ લખતરના કળમમાંથી વિનોદ સવજીભાઈ મકવાણા, દલપત ધરમશીભાઈ મકવાણા, ધરમશી હરજીભાઈ મકવાણા, બાબુ લખમણભાઈ મકવાણા, વિનોદ રેવાભાઈ મકવાણા, રમેશ ગોવિંદભાઈ પરમાર રોકડા રૂ. 1,920 સાથે પકડાયા હતા. આ ઉપરાંત લખતરના ઝમર ગામેથી વહાણ લખમણભાઈ સરવાળીયા, ચંદુ કાનજીભાઈ ઓગાણીયા, રાજેશ ઉર્ફે રાજુ ભીખાભાઈ વાઘેલા રોકડા રૂ.1,020 સાથે ઝડપાયા હતા.

પાણશીણા પોલીસે ગડથલ અને દેવપરા ગામે જુગારના દરોડા પાડયા

લીંબડી : લીંબડી તાલુકાના નળકાંઠા ના ગડથલ ગામે છેલ્લી બજારમાં જાહેરમાં ગંજીપતાનો પૈસા ની હારજીત નો જુગાર રમાતો હોવાની બાતમી મળતા પાણશિણા પોલીસે દરોડો પાડયો હતો જેમાં જુગાર રમી રહેલા દશરથ જોધા દેગામડીયા, રામજી જુઠા ગળથરા, લાલજી આલા ગળથરા, શૈલેષ કલાભાઇ ગળથરા, ભરત ઘુઘા વિરમગામીયા, દલસુખ સેલા ધોળકિયા અને નાનજી કાળુ ધોળકિયા ને ઝડપી પાડયા હતા. પાણશિણા પોલીસે જુગારના પટમાં થી રોકડ રકમ રૂપિયા 14,400 રોકડા રૂપિયા કબજે કર્યા હતા. આ ઉપરાંત દેવપરા ગામે ઝાંપડીયા વાળી બજારમાં જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતા રાયમલ સુખા ઝાંપડીયા અને વિષ્ણુ પ્રેમજી ઝાંપડીયા ને ઝડપી પાડયા તેમના પટમાં થીરોકડ રકમ રૂપિયા 10,200 કબજે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button