ENTERTAINMENT

શ્વેતા તિવારીનું બોલ્ડ ફોટોશૂટ થયું વાયરલ, ફેન્સે કર્યા વખાણ

‘કસૌટી ઝિંદગી કી’થી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવનાર શ્વેતા તિવારી હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ટીવીની સાથે શ્વેતાએ બોલીવુડ અને ભોજપુરી સિનેમામાં પણ પોતાનું ટેલેન્ટ બતાવ્યું છે. એક્ટિંગની સાથે શ્વેતા સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે. શ્વેતાએ 43 વર્ષની ઉંમરમાં જે રીતે પોતાને ફિટ રાખી છે તે જોઈને કોઈ એમ નહીં કહે કે તે બે બાળકોની માતા છે અને તેની પુત્રી 23 વર્ષની છે. તે અવારનવાર પોતાની હોટ અને સિઝલિંગ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. શ્વેતા તિવારીએ લેટેસ્ટ શૂટ તેના બેડરૂમમાં કર્યું છે. તે બેડ પર બેસીને કિલર સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે. આ દરમિયાન શ્વેતાએ પિંક કલરનું શોર્ટ પેન્ટ અને શર્ટ પહેર્યું છે. શ્વેતા તેના શર્ટના બટન ખુલ્લા અને હાથમાં પુસ્તક સાથે પોઝ આપતી જોવા મળે છે. આ સાથે શ્વેતાએ પોતાના વાળને ઓપન સ્ટાઈલ કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button