SPORTS

Sports: ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ કરેલા ગોલથી પોર્ટુગલે સ્કોટલેન્ડને 2-1થી હરાવ્યું

ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ મેચમાં મોડેથી કરેલા ગોલની મદદથી પોર્ટુગલે નેશનલ લીગ ગ્રૂપ એ1ની મેચમાં સ્કોટલેન્ડને 2-1થી પરાજય આપ્યો હતો. રવિવારે રમાયેલી મેચમાં રોનાલ્ડોએ ટીમને શાનદાર જીત અપાવી હતી. આ ગોલ રોનાલ્ડોનો 901મો ગોલ હતો.

તાજેતરમાં જ સાઉદી અરબની અલ નસ્ર ટીમ સાથે જોડાયેલો 39 વર્ષીય ફોરવર્ડ ખેલાડી રોનાલ્ડો લિસ્બનના એસ્ટેડિયો ડા લૂઝ ખાતે પોર્ટુગલ ટીમ માટે રમવા પરત ફર્યો હતો. મેચની 88મી મિનિટમાં રોનાલ્ડોએ ફટકારેલા નિર્ણાયક ગોલ બાદ સ્ટેડિયમમાં પ્રશંસકોમાં ખુશીની લહેર ફરીવળી હતી અને સમગ્ર સ્ટેડિયમ રોનાલ્ડો-રોનાલ્ડોના નાદથી ગુંજી ઊઠયું હતું.

યુનાઇટેડમાં રોનાલ્ડોના પૂર્વ સાથી ખેલાડી રહેલા સ્કોટ મેક્ટોમિનેએ મેચના પહેલા હાફમાં જ સ્કોટલેન્ડને લીડ અપાવી હતી. સ્કોટલેન્ડનો ગુરુવારે હેમ્પડેન પાર્ક ખાતે રમાયેલી મેચમાં પોલેન્ડ સામે 3-2થી પરાજય થયો હતો. તાજેતરના સમયમાં સ્કોટલેન્ડની ટીમ સંઘર્ષ કરતી જોવા મળી છે. તે છેલ્લી 14માં માત્ર એક જ મેચ જીતી શકી છે. સ્કોટલેન્ડ છેલ્લી 14માંથી એકમાત્ર મેચ ગત જૂન મહિનામાં જિબ્રાલ્ટર સામે રમાયેલી ફ્રેન્ડલી મેચમાં જીત મેળવી શક્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button