દેશની ઉભરતી સ્ક્વોશ ખેલાડી 16 વર્ષીય અનહત સિંહે અંડર-17 બ્રિટિશ ઓપન જુનિયર સ્ક્વોશ ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો હતો. ટોચની ક્રમાંકિત અનહતે ફાઇનલમાં ઇજિપ્તની બીજો ક્રમાંક ધરાવતી મલિકા અલ કરાક્સીને એક સેટ પાછળ થયા બાદ 4-11, 11-9, 6-11, 11-5, 11-3થી પરાજય આપ્યો હતો.
અનહત આ પહેલા અહીં અંડર-11 અને અંડર-15 કેટેગરીમાં ખિતાબ જીતી ચુકી છે. ગયા વર્ષે જ અનહત અંડ-17ની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ તેનો પરાજય થયો હતો. 2022માં અનહત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારી દેશની સૌથી યુવા ખેલાડી બની હતી. અનહત એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલિસ્ટ છે. વર્તમાનમાં અનહત વિશ્વમાં 82 ક્રમાંક ધરાવે છે. અનહત 2019માં અંડર-11 લેવલ પર પહેલીવાર પ્રતિષ્ઠિત બ્રિટિશ ઓપન સ્ક્વોશ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ખિતાબ બાદ અનહતે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ વર્ષે જ અનહતે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્ષ 2020માં તેણે બ્રિટિશ અને મલેશિયા જુનિયર ઓપન ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
Source link