BUSINESS

Stock News: ભારતીય શેરબજારમાં ગાબડું, સેન્સેક્સ 1,017 પોઈન્ટના ઘટાડા સાથે બંધ

ભારતીય શેરબજાર કારોબારના છેલ્લા દિવસે આજે એટલે કે, 06 સપ્ટેમ્બરે શુક્વારે મસમોટા ગાબડાં સાથે બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 200 પોઈન્ટ તૂટીને ખુલ્યું હતું. સેન્સેક્સ 1017 પોઈન્ટ (1.24%)ના ઘટાડા સાથે 81,183 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 292 પોઈન્ટ (1.17%) ઘટીને 24,852ના સ્તરે બંધ થયો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 23 ઘટ્યા અને 7 વધ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 42 ઘટ્યા અને 8 વધ્યા. NSEના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે. જાહેર ક્ષેત્રની બેંકોના ઇન્ડેક્સમાં સૌથી વધુ 3.57નો ઘટાડો થયો હતો.

ગઈકાલે ગુરુવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો

આ પહેલા ગઈકાલે એટલે કે, 5મી સપ્ટેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 82,201ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 53 પોઈન્ટ ઘટીને 25,145ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં ઘટાડો અને 9માં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 33માં ઘટાડો અને 17માં ઉછાળો જોવા મળ્યો હતો.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button