BUSINESS

Stock News: ભારતીય શેરબજારમાં શાનદાર તેજી,સેન્સેક્સ 1,330 પોઈન્ટના વધારા સાથે બંધ

  • સેન્સેક્સમાં 1.66 ટકાનો ભારે વધારે નોંધાયો
  • નિફ્ટીમાં 1.65 ટકાનો વધારો થયો
  • Banking સેકટરમાં ભારે ખરીદી જોવા મળી

ભારતીય શેરબજાર આજે એટલે કે, 16 ઓગસ્ટ શુક્રવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ તેજી સાથે ઓપન થયું હતું. સેન્સેક્સ 1,330 પોઈન્ટના ઉછાળા સાથે 80,436 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ લગભગ 400 પોઈન્ટ વધીને 24,541ના સ્તરે બંધ થયો હતો. સવારે બજાર 800 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખુલ્યું હતું, જોકે બાદમાં તેમાં 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. હવે બજારમાં ફરી તેજી આવી છે. આઈટી, ઓટો, મીડિયા, રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગૅસ શેરોમાં ખરીદી જોવા મળી હતી.

રોકાણકારોની સંપત્તિમાં છ લાખ કરોડનો વધારો થયો  

ભારતીય શેરબજારમાં મજબૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ફરીથી રૂપિયા 450 લાખ કરોડને પાર કરી ગયું છે અને રૂપિયા 450.35 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે ગત સત્રમાં રૂપિયા 444.29 લાખ કરોડ હતું. આજના છેલ્લા સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા છ લાખ કરોડથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે.

ગઈકાલે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે માર્કેટ બંધ હતું

શેરબજારમાં ગઈકાલે ગુરુવારે 15મી ઓગસ્ટને લીધે રજા હતી. આની પહેલા બજારમાં બુધવારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 150 પોઈન્ટ વધીને  79,065ના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટીમાં  24,143ના સ્તરે ફલેટ બંધ થયો હતો. નિફ્ટીના 50 શેર્સમાંથી 24માં તેજી જોવા મળી અને 26માં ભારે ઘટાડો રહ્યો હતો. 

 

 

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button