GUJARAT

Ahmedabad: સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં લીઝ એગ્રીમેન્ટ કરવા ભાજપ કોર્પોરેટરના સૂચનો

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરી વેન્ડરને જગ્યા ફાળવવામાં આવનાર છે ત્યારે ફેરીયાઓ તેમને આજીવીકા મેળવવા માટે ફાળવેલી જગ્યા માટે લીઝ એગ્રીમેન્ટ કરાવવા અને અન્ય કોઇને ઉપયોગ માટે ન આપે તેના પર ભાર મૂકી અલગ અલગ મુદ્દાઓની રજૂઆત ભાજપના કોર્પોરેટર અને પુર્વ રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલે એક પત્ર પાઠવીને કમિશનરને જણાવ્યું છે.

કમિશનરને પત્ર લખી સૂચનો કર્યા

દરેક ઝોનમાં આ પ્રકારની એક સમાન નીતિ હોવી જોઇએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ પર ઉભા રહેતા ફેરિયાઓ માટે વેન્ડર પોલિસી લાવી રહ્યા છે ત્યારે દૈનિક વકીલે પત્ર લખી કમિશનરે કેટલાક સૂચન કર્યા છે. જેમાં સ્ટ્રીટ વેન્ડર પોલીસી હેઠળ જગ્યા ફેરીયાઓને ફાળવવામાં આવે તે પહેલા ફેરીયા સાથે રજીસ્ટર લીઝ એગ્રીમેન્ટ કરવા તેમજ લીઝનો પણ લોક ઇન પીરિયડ (સમય) નક્કી કરવા માટે ફેરીયાની ચોક્કસ ઓળખ તેમજ તેમને લાયસન્સ આપવામાં આવવુ જોઇએ. જે લાયસન્સ નોન ટ્રાન્સફરેબલ હોવું જોઇએ. જેથી, તે આ લાયસન્સ પોતે જ વાપરી શકે તેમજ અન્ય કોઇને તે આપી ન શકે. દરેક ઝોનમાં આ પ્રકારની એક સમાન નીતિ હોવી જોઇએ.

યુનિફોર્મ પોલિસી પણ હોવી જોઈએ

પ્લોટની ફાળવણી પહેલા નિયત ડિપોઝીટ પણ લેવામાં આ‌વવી જોઇએ દરેક ઝોનમાં યુનિફોર્મ પોલિસી પણ હોવી જોઈએ. AMC દ્વારા સુપર સ્ટ્રક્ચર બનાવીને આપવામાં આવતું હોવાનો પણ SOPમાં ઉલ્લેખ કરવામાં આ‌વવો જોઇએ. બીજી તરફ જે પણ પ્લોટમાં આ ફેરીયાઓ માટે સુવિધા ઉભી કરવામાં આવી રહી છે ત્યારે તે પ્લોટ અને તેના પર બાંધકામની કિંમત રજીસ્ટર વેલ્યુઅર પાસે નક્કી કરાવવી જોઇએ તેમજ ફેરીયાઓ પાસે પ્લોટની ફાળવણી પહેલા નિયત ડિપોઝીટ પણ લેવામાં આ‌વવી જોઇએ. તે ઉપરાંત પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન સહિતના કાયદાઓ બાબતે પણ સ્પષ્ટતા થઇ જવી જોઇએ એવી માગ કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button