GUJARAT

Surendranagar અમનપાર્ક સોસા.માં 20 દિવસથી પાણીના અભાવે રહીશો પરેશાન

  • ભરચોમાસે સોસાયટીના રહીશો ટેન્કર દ્વારા પાણી મંગાવવા મજબૂર
  • સ્થાનિકોની નગરપાલિકામાં અનેકવાર રજૂઆત છતાંય સ્થિતિ જૈસે થે
  • સમસ્યાની અગાઉ રજૂઆત કરવા છતાંય તેનો પણ ઉકેલ ન આવતા મહિલાઓએ રોષ વ્યકત કર્યો હતો.

સુરેન્દ્રનગર શહેરની અમનપાર્ક સોસાયટીમાં છેલ્લા વીસેક દિવસથી પાણી નહીં આવતુ હોવાના કારણે સ્થાનીક રહીશોને ટેન્કર દ્વારા પાણી મંગાવવુ પડતુ હોવાથી તાત્કાલિક સમસ્યા ઉકેલાય એવી રહીશોએ પાલિકામાં માંગ કરી હતી.

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરમાં ભરચોમાસે વારંવાર પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના સુડવેલ સોસાયટી પાસેની અમનપાર્ક સોસાયટીમાં ભરચોમાસે છેલ્લા વીસેક દિવસથી પાણી આવતુ નથી. જેના કારણે રહીશોને ખાસ કરીને મહીલાઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આ બાબતની વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાંય પાણીની સમસ્યા નહીં ઉકેલાતી હોવાથી રહીશોને પાણીના મોંઘાદાટ ટેન્કર મંગાવીને કામ ચલાવવુ પડે છે. પાણીની સમસ્યા નહીં ઉકેલાતા અમનપાર્ક સોસાયટીના મોઇનભાઇ મુલતાની, રઝીયાબેન મીર સહિતના રહીશોએ પાલિકામાં રજૂઆત કરી તાત્કાલિક આ સમસ્યા ઉકેલવાની માંગ કરી હતી. બીજી તરફ રોડની સમસ્યાની અગાઉ રજૂઆત કરવા છતાંય તેનો પણ ઉકેલ ન આવતા મહિલાઓએ રોષ વ્યકત કર્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button