GUJARAT

Surendranagar: નગરપાલિકા શહેરીજનોની સમસ્યા ઉકેલવામાં સદંતર નિષ્ફળ

  • ભક્તિનંદન સર્કલથી ગોકુલ બ્રિજ સુધી રોડ ઉપર પશુઓનો અડિંગો
  • હાલના સતાધીશોએ ગંદકી, ગટર, પાણીની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ દેખાઇ રહયા છે
  • નગરપાલીકા યોગ્ય કાર્યવાહી કરે એવી શહેરીજનોની માંગ ઉઠી છે

સુરેન્દ્રનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસના કારણે શહેરીજનો અને વાહનચાલકોને મુસ્કેલી પડતી હોવા છતાય નગરપાલીકા દ્વારા સમસ્યા ઉકેલવા કોઇ કાર્યવાહી ન કરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર નગરપાલીકા મહાનગરપાલીકામાં રૂપાંતરીત થવાની હોવાથી ફરીથી ચૂંટણી આવશે જેના કારણે હાલના સતાધીશોએ ગંદકી, ગટર, પાણીની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ દેખાઇ રહયા છે ત્યારે શહેરમાં રખડતા ઢોર રસ્તાની વચ્ચો વચ્ચ અડીંગો જમાવીને બેઠા હોવા છતાય નગરપાલીકા દ્વારા કોઇ જ ધ્યાન અપાતુ નથી.શહેરના 80ફૂટ રોડના ભકિતનંદન સર્કલ થી ગોકુલ બ્રિજ સુધી અસંખ્ય રખડતા ઢોર રસ્તાની વચ્ચો વચ્ચ અડીંગો જમાવીને બેઠા હોય છે વાહનચાલકોને અનેક વખત ગોથા મારી પાડી દેવાની ઇજા પહોચાડવાની પણ ઘટના બને છે.જેના કારણે અવાર નવાર ટ્રાફીકની સમસ્યા પણ સર્જાય છે પરંતુ નગરપાલીકા સતાધીશોના પેટનું પાણી પણ હલતુ નથી.આમ દરરોજની આ રખડતા ઢોરની રસ્તા વચ્ચે અડીંગો જમાવવાના કારણે થતી મુસ્કેલી દૂર કરવા માટે નગરપાલીકા યોગ્ય કાર્યવાહી કરે એવી શહેરીજનોની માંગ ઉઠી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button