GUJARAT

Surendranagar: ઝાલાવાડના પાંચાળ પંથકના ભાતીગળ તરણેતરિયા મેળાના આજથી ઢોલ ઢબૂકશે

સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકમાં આવેલા તરણેતર ખાતે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ બીરાજમાન છે. વર્ષોથી મહાદેવજીના સાનીધ્યમાં લોકમેળો યોજાય છે. ભાદરવા સુદ પાંચમના દિવસે મંદિરમાં આવેલા કુંડમાં ગંગાજી પ્રગટ થતા હોવાની લોકવાયકાથી કુંડમાં સ્નાન કરવાનું ભારે મહત્વ છે. ત્યારે તંત્ર દ્વારા તા. 6ઠ્ઠીથી 9 સપ્ટેમ્બર મેળાનું આયોજન કરાયુ છે. 4 દિવસના લોકમેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે.

આજથી તરણેતર મેળાનો શુભારંભ થઈ રહ્યો છે. સ્કંધ પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી શિવલીંગ ઉપર 1001 કમળ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. પરંતુ શિવલીંગ ઉપર કમળ અર્પણ કરતા જણાયુ કે, 1 કમળ ખુટે છે. ત્યારે તેઓએ પોતાનું નેત્ર શિવલીંગને અર્પણ કર્યુ હતુ. ત્યારથી શિવજી ત્રિનેત્રેશ્વર પણ કહેવાય છે. તરણેતરમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજથી છઠ્ઠ સુધી લોકમેળો ભરાય છે. તરણેતરીયા મેળા તરીકે આ મેળો જગવિખ્યાત છે. તેમાં ગુજરાત, ભારત ઉપરાંત વિદેશથી પણ સહેલાણીઓ આવે છે. ત્યારે આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા તરણેતરના મેળાનું આયોજન કરાયુ છે. આજે તા. 6ઠ્ઠીથી આગામી તા. 9મી સપ્ટેમ્બર દરમીયાન એમ ચાર દિવસ તરણેતરીયો મેળો યોજાશે. મેળામાં ગ્રામીણ ઓલમ્પીક સહીતનો રમતો, પશુ હરીફાઈ, રાત્રે ભજન-ડાયરામાં નામી-અનામી કલાકારો લોક સાહીત્ય રજુ કરશે. જયારે મેળામાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ મેળાનો આનંદ માણશે. તરણેતરના મેળા દરમિયાન તા. 8મીને રવિવારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મેળા દરમિયાન યોજાનાર કાર્યક્રમોમાં આજે તા. 6ઠ્ઠીએ સવારે રાજયના કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, કુંવરજીભાઈ બાવળીયા કેવડાથી ત્રિનેત્રેશ્વર મહાદેવનું પુજન કરશે. ત્યારબાદ ગ્રામીણ રમતોત્સવ, પશુ મેળો અને વિવિધ સ્ટોલ ખૂલ્લા મુકાશે. તા. 7મીએ પાળીયાદના વીસામણ બાપુની જગ્યાના મહંત નીર્મળાબાના હસ્તે બાવન ગજની ધજા ત્રિનેત્રેશ્વર મહાદેવને ચડાવાશે. તા. 8મીએ સવારે 6-30 કલાકે ગંગાજી અવતરણ આરતી યોજાશે. જયારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓ ઉપસ્થિત રહેશે. તેમજ તા. 9મી સપ્ટેમ્બરને સોમવારે સવારે 7 કલાકે ગંગા વિદાય આરતી કરાશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button