ધ્રાંગધ્રાના રાજસીતાપુર પીજીવીસીએલ ડીવીઝનના ગામડાઓમાં વારંવાર વીજ ટ્રીપીંગ અને વીજ કાપના કારણે લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડતી હોવાની રજૂઆત કરે તો ઉધ્ધતાભર્યો જવાબ મળતો હોવાથી ઉચ્ચકક્ષાએથી યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગામડામાં 24 કલાક વીજળી માટે સરકારે વ્યવસ્થા તો પુરી પાડી દીધી. પરંતુ ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર પીજીવીસીએલ ડીવીઝનના પ્રતાપપુર, સરવાળ, મેથાણ, ભારદ સહિતના અનેક ગામડાઓમાં ગામ અને ખેતીવાડી ફીડરમાં વીજળી અનિયમીત આવે છે. પ્રતાપપુરના પદુભાએ જણાવેલ કે મેઇન્ટેનસના નામે લાખો રૂપીયા ખર્ચ તો કરે છે. પરંતુ પીજીવીસીએલ રાજસીતાપુર વાળા કોઇ કામગીરી જ નથી કરતા. જેના કારણે સામાન્ય દિવસોમાં તો વીજળી વારંવાર ડુલ થાય છે. પરંતુ ચોમાસામાં તો કલાકો સુધી વીજળી ડુલ થઇ જાય છે. એથી બિમાર અને છાત્રોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.સાથે રાજસીતાપુર ડીવીઝન દ્વારા સુરેન્દ્રનગરથી માલવણ-અમદાવાદ હાઇવે સુધી આડેધડ સરકારી જમીનોમાં વીજ જોડાણો આપી દીધા હોવાથી પણ મુશ્કેલી પડતી હોવાનું દેખાઇ રહયુ છે. આમ 24 કલાક વીજળીનો ઉદ્ેશ સાચા અર્થમાં સાર્થક થાય એ માટે કાર્યપાલક ઇજનેર સુમેસરા અને અધિક્ષક ઇજનેર એ.એચ.વાઘેલા દ્વારા રાજસીતાપુર ડીવીઝનના ઇજનેર સહિતના સ્ટાફ ઉપર કડક કાર્યવાહી કરી ગામડાના લોકોની સમસ્યાનો કાયમી ઉકેલ આવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે. આ ઉપરાંત ગત તા. 25મી ઓગસ્ટે આવેલા વરસાદ વાવાઝોડા બાદ રાજસીતાપુર ડીવીઝનના ખેતીવાડી ફીડરોમાં અનેક ફીડર વીસેક દિવસ સુધી વીજ પુરવઠા વગર બંધ રહયા હતા જેના કારણે ખેડૂતોને અને ખેતરોમાં રહેતા શ્રામિકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી.
Source link