આઝાદ ભારત દેશની અખંડીતતાના પ્રણેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અનુસંધાને રાષ્ટ્રીય એકતા દિવસની મંગળવારે ઉજવણી કરાઈ હતી.
જેમાં જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી તા. 31મી ઓકટોબરનો દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. સરકારે વર્ષ 2014થી આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી. ત્યારે જિલ્લાભરમાં આ દિવસે અનુલક્ષીને મંગળવારે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સુરેન્દ્રનગરની આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કુલથી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી રન ફોર યુનીટી અંતર્ગત એકતા દોડ યોજાઈ હતી. જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા, કલેકટર કે.સી.સંપત, ડીડીઓ રાજેશ તન્ના, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસીંહ ગોહીલ, જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા સહિતનાઓ જોડાયા હતા. આ તકે મહાનુભાવો દ્વારા સરદાર વલ્લભભાઈના ગુણો પોતાના જીવનમાં ઉતારવા અનુરોધ કરાયો હતો. તેમના ગુણો જીવનમાં ઉતારશુ તો જ તેઓને સાચી શ્રાધ્ધાંજલી તેમ જણાવાયુ હતુ.
Source link