GUJARAT

પીપલોદની કમલ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ

  • કાર્યક્રમમાં રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહ્યાં
  • યાત્રામાં વિદ્યાર્થિનીઓએ કરેલા લેજિમ નૃત્યે ભારે આકર્ષણ જમાવ્યું
  • તિરંગા યાત્રા કાર્યક્રમ માં દરેક બાળકોને રાષ્ટ્રધ્વજ આપીને રાજ્યમંત્રી ખાબડ પણ યાત્રા માં જોડાયા હતાં

આઝાદી કાં અમૃતમહોત્સવ નિમિત્તે દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે ત્યારે આજરોજ દેવગઢબારીયા તાલુકા કક્ષાનો તિરંગા યાત્રા નો કાર્યક્રમ પીપલોદ ખાતે આવેલ કમલ હાઈસ્કૂલ ખાતે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ માં રંગે ચંગે ઉજવણી કરાઈ હતી.

તિરંગા યાત્રાના આ દેશભક્તિ કાર્યક્રમ માં રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે દીપ પ્રાગટય કરીને આ કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન સામંત પટેલીયા, તાલુકા પંચાયત પ્રમુખ જસવંત રાઠવા, એપીએમસી ચેરમેન અમરસિંહ રાઠવા,સહકારી સંઘના ચેરમેન ભરત ભરવાડ, તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલ, મામલતદાર સમીર પટેલ, ટીપિઇઓ ભરવાડ હાજર રહ્યા હતાં. રાજ્યમંત્રી ખાબડે પોતાના ટૂંક વક્તવ્ય માં જણાવ્યું હતું કે આપણો દેશ આઝાદ થયા ને 75 વર્ષ પૂરા થઈ ગયા જેને આપણે આઝાદી કાં અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરી રહ્યા છીએ. દેશની આન, બાન અને શાન આપણો રાષ્ટ્રધ્વજ છે. દેશભક્તિના આજના આ મહાઅભિયાનમાં આપણે સૌએ જોડાઈને દેશ ના વિર સપુતોને યાદ કરી તેઓની શહીદીને સો સો સલામ છે. તાલુકા કક્ષા ના આ ભવ્ય તિરંગા યાત્રા કાર્યક્રમ માં દરેક બાળકોને રાષ્ટ્રધ્વજ આપીને રાજ્યમંત્રી ખાબડ પણ યાત્રા માં જોડાયા હતાં. ડીજે ઉપર દેશભક્તિ ના ગીતો અને સંગીત ના સથવારે કમલ હાઈસ્કૂલ પીપલોદથી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રા માં મધ્યસ્થ શાળા પીપલોદ ની બાલિકાઓ એ લેજીમ સાથે યાત્રા દરમ્યાન નૃત્ય સાથે કાર્યક્રમ ને દીપાવ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button