GUJARAT

Ahmedabadમાં કાયદાના લીરેલીરા ઉડ્યા, પોલીસની આંખ સામે લુખ્ખાઓનો ઘાતક હથિયારો સાથે આતંક

અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. શહેરમાં પોલીસની સામે જ કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે અને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પોલીસ સમગ્ર ઘટનાને લઈ મૂકપ્રેક્ષક બની હતી.

કિશોર લંગડાના પુત્ર અજિતસિંહનું અપહરણ કરવામાં આવ્યું હતું

પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. કિશોર લંગડાના પુત્ર અજિતસિંહનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પાંચ શખ્સોએ અપહરણ કરીને તેને માર માર્યો હતો. તમને જણાવી દઈએ લે ગાડીની ડિપર મારવા મુદ્દે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ અપહરણ કરીને બુટલેગરના પુત્રને માર માર્યો હતો. ત્યારે હાલમાં ધમા બારડ સહિત 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ અંગે કૃષ્ણનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ માટે શરમજનક ઘટના: સ્થાનિકો

તમને જણાવી દઈએ કે સીસીટીવીમાં જોઈ શકાય છે કે પોલીસની પીસીઆર વાન પસાર થઈ રહી છે અને લુખ્ખા તત્વોએ કાર સહિત વાહનોમાં તોડફોડ કરી રહ્યા છે પણ પોલીસ જાણે મૂકપ્રેક્ષક બનીને જોઈને ત્યાં આ લુખ્ખા તત્વોને અટકાવતી નથી. ત્યારે બીજી તરફ સ્થાનિકોમાં આ ઘટનાને લઈને પોલીસ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને જનતા કહી રહી છે કે અમદાવાદ માટે આ ઘટના શરમજનક છે.  


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button