GUJARAT

Ahmedabad: વટવા વિસ્તારમાંથી મૃતદેહ મળવાની ઘટના, પોલીસે 8 આરોપીની કરી ધરપકડ

મંગળવારે વહેલી સવારે વટવા વિસ્તારમાંથી પસાર થતી બુલેટ ટ્રેનના પિલ્લર પાસેથી 22 વર્ષીય રાજ ડબ્ગર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અને પરિવારે રાજના મૃતદેહ અંગે તપાસ શરૂ કરતા પોલીસને એક મહત્વનો પુરાવો મળી આવ્યો છે.

કુલ 11 આરોપીઓ વિરુદ્ધ હત્યા અને પુરાવાની નાશની કલમો હેઠળ ગુનો નોંધ્યો

પોલીસને ઘટના નજરે જોનાર સાક્ષી મળી આવ્યો છે. જેણે રાજની હત્યા પહેલા ઘરે ઘરેથી કચરો ઉઘરાવતી ગાડીઓના ડ્રાઈવર સાથે મોબાઈલ ચોરીના આશંકાથી મારામારી અને બબાલ થતાં જોઈ હતી. જેથી પોલીસે રાજ ડબગરની હત્યા મામલે કુલ 11 આરોપીઓ વિરુદ્ધ હત્યા અને પુરાવાની નાશની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જે દિશામાં તપાસ કરતા કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

માર મારવાના કારણે યુવકનું મોત થયું

હત્યાની તપાસ કરતા પોલીસને ચાની કીટલી ધરાવતો એક યુવક મળી આવ્યો હતો. જેને કેટલાક ડ્રાઈવરોને મૃતકને માર મારતા જોયા હતા. ડ્રાઈવરો મોબાઇલ ચોરી અંગે રાજની પૂછપરછ કરી તેને માર મારતા હતા. જેમાં અપ્પુ તથા સતિષભાઈ સહિત કુલ 9 જેટલા લોકો હાજર હતા, જેમના મારથી રાજનું મૃત્યુ નીપજ્યું હતું તથા રાજની હત્યા બાદ તમામ લોકોએ ભેગા મળી તેના મૃતદેહને કચરા ભરવાની ગાડીમાં નાખી મેટ્રોપિલર પાસે આવાવરૂ જગ્યાએ છોડી આવ્યા હતા.

અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી

જે અંગે પોલીસે તપાસ કરતા પુરાવાનો નાશ કરવાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. જેથી પોલીસે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી હત્યાના ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 22 વર્ષીય રાજ ડબ્ગરની હત્યા મામલે મૃતકની બહેને નોંધાવેલી ફરિયાદના અનુસંધાને પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરી છે.

પરંતુ રાજ મોબાઇલ ચોર હતો કે કેમ તે અંગે કોઈ હકીકત સામે નથી આવી, જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ કરી છે. કારણ કે જે ડ્રાઈવર રાજને માર મારતા હતા તે ડ્રાઈવર પાસેથી ના ચોરી થયેલા મોબાઈલ હજુ મળી આવ્યા નથી, જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button