GUJARAT

Gujaratના કોરોનાકાળનો ચોંકાવનારો ડેથ રિપોર્ટ જાણી રુવાડા ઉભા થઇ જશે

ગુજરાતમાં કોરોનાકાળના વર્ષ 2021માં રેકોર્ડબ્રેક 7,25,537 લોકોનાં મોત થયાં છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. આ પહેલાં વર્ષ 2020માં 5,23,892 લોકોનાં મોત થયા હતા એટલે કે વર્ષ 2020 કરતાં 2021માં 2.01 લાખ જેટલા વધુ લોકોનાં મોત નોંધાયા છે. વર્ષ 2021ના અરસામાં 7.25 લાખ લોકોના મોત થયાં તેમાં કોરોના પીક ઉપર હતો તે એપ્રિલથી જુન એમ ત્રણ જ મહિનામાં 3.46 લાખ એટલે કે 47.65 ટકા લોકોનાં મોત થયા છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અહેવાલમાં આ બાબતનો ઘટસ્ફોટ થયો છે.

Gujaratમાં 2021માં રેકોર્ડબ્રેક 7.25 લાખ લોકોનાં મોત

ગુજરાતમાં કોરોનાકાળના વર્ષ 2021માં રેકોર્ડબ્રેક 7,25,537 લોકોનાં મોત થયાં છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. આ પહેલાં વર્ષ 2020માં 5,23,892 લોકોનાં મોત થયા હતા એટલે કે વર્ષ 2020 કરતાં 2021માં 2.01 લાખ જેટલા વધુ લોકોનાં મોત નોંધાયા છે. વર્ષ 2021ના અરસામાં 7.25 લાખ લોકોના મોત થયાં તેમાં કોરોના પીક ઉપર હતો તે એપ્રિલથી જુન એમ ત્રણ જ મહિનામાં 3.46 લાખ એટલે કે 47.65 ટકા લોકોનાં મોત થયા છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અહેવાલમાં આ બાબતનો ઘટસ્ફોટ થયો છે.

 મે 2021માં સૌથી વધુ 1.80 લાખ લોકોનાં મોત થયા

ગુજરાતમાં મે 2021માં સૌથી વધુ 1.80 લાખ લોકોનાં મોત થયા છે, આ કોવિડના પીકનો એ જ સમય ગાળો હતો જ્યારે હોસ્પિટલોમાં બેડ મેળવવાના ફાંફાં હતા અને સ્મશાનમાં અંતિમ વિધિ માટે કલાકો સુધીનું વેઈટિંગ હતું. વર્ષ 2021માં એકલા અમદાવાદમાં જ 96,920 જ્યારે સુરતમાં 60,739, વડોદરામાં 49,165 લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા એટલે કે સરકારી ચોપડે આટલાં મોત રજિસ્ટર્ડ થયા હતા. કોવિડ ઉપરાંત હૃદય રોગ સહિત અનેક વિવિધ ગંભીર બીમારી, વધુ પડતી ઉંમર વગેરે કારણે આ મોત નોંધાયા હતા. ગુજરાતમાં વર્ષ 2019માં મૃત્યુદર 7.1 હતો એટલે કે દર હજારે 7 જેટલા લોકોનાં મોત થયા હતા, એ જ રીતે વર્ષ 2020માં મૃત્યુ દર 8.0 હતો, જે વર્ષ 2021માં વધીને સીધો 10.3 5 થયો હતો. રાજ્યમાં જે કુલ મોત થયા છે તેમાં ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ 2021માં 51.3 3 ટકા મોત થયા છે એટલે કે 3.72 લાખ લોકોનાં મોત થયા છે જ્યારે શહેરી વિસ્તારોમાં 48.67 ટકા યાને કે 3.53 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

વડોદરામાં સૌથી ઊંચો 13.71 મૃત્યુ દર, દાહોદમાં સૌથી ઓછો 5.93

ગુજરાતમાં વર્ષ 2021ના અરસામાં સૌથી વધુ મૃત્યુ દર વડોદરામાં 13.71 રહ્યો હતો એટલે કે દર એક હજાર વ્યક્તિમાંથી 13 થી 14 વ્યક્તિના મોત નોંધાયા હતા, એ પછી બીજા ક્રમે રાજકોટમાં 13.61 અને ત્રીજા ક્રમે ભરૂચમાં 12.76 મૃત્યુ દર રહ્યો હતો. જામનગરમાં 12.31, જૂનાગઢમાં 12.18, ગાંધીનગરમાં 12.14, અમદાવાદમાં 11.87, નવસારીમાં 11.46, તાપીમાં 11.05, વલસાડમાં 10.92, નર્મદામાં 10.86, ખેડામાં 10.66, મહેસાણા 10.6, આણંદ 10.51, પાટણ 10.45, ભાવનગરમાં 10.27, પંચમહાલમાં 10.19, સાબરકાંઠામાં 10.1, છોટાઉદેપુરમાં 9.74, મોરબી 9.64, સુરેન્દ્રનગર 9.56, ડાંગ 9.53 , અરવલ્લી 9.45, પોરબંદર 9.29, અમરેલી 9.29, ગીર સોમનાથ 8.78, બોટાદ 8.76, સુરત 8.61, કચ્છ 8.27, મહિસાગર 7.82, દેવભૂમિ દ્વારકા 7.69, બનાસકાંઠા 7.51 અને સૌથી ઓછો મૃત્યુ દર દાહોદમાં 5.93 રહ્યો છે. કુલ મોતમાં 25થી 54 વર્ષની ઉંમરે 25 ટકા લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતમાં વર્ષ 2021માં જે રજિસ્ટર્ડ મોત નોંધાયા છે તેમાં સૌથી વધુ 70થી વધુ વયના 3 8.97 ટકા લોકોનાં મોત થયા હતા, 65થી 69 વર્ષની વયે 11.3 4 ટકા, 55થી 64 વર્ષની વયે 19.3 0 ટકા, 45થી 54 વર્ષની વયે 13 .18 ટકા અને 3 5થી 44 વર્ષની વયના 7.87 ટકા તેમજ 25થી 34 વર્ષની વયના 4.28 ટકા લોકોનાં મોત નોંધાયા હતા. એકંદરે પુરુષ 58.91 ટકા તેમજ મહિલા 41.09 ટકા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button