GUJARAT

Banaskantha: જિલ્લાના મુખ્ય મથક પાલનપુરનું તંત્ર સામાન્ય વરસાદમાં ખાડે ગયુ

  • વરસાદ આવે અને રસ્તાઓ પર ખાડા પડી જાય આ એક સિસ્ટમ બની ગઈ
  • તંત્ર પાલનપુરને આ ખાડારાજમાંથી મુક્તિ અપાવે તેવી સ્થાનિકો માગ
  • માર્ગ પર પણ ખાડારાજ સર્જયું છે તેમ છતાં તંત્રના આંખ આડા કાન

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરનું તંત્ર સામાન્ય વરસાદમાં જ ખાડે ગયું છે. જેમાં પાલનપુરમાં હજુ તો 1-2 ઇંચ વરસાદ થયો છે અને આ સામાન્ય વરસાદમાં જ સમગ્ર પાલનપુરના જાહેર માર્ગો પર 1થી 2 ફૂટ જેટલાં ઊંડા ખાડા પડી ગયા છે. મહત્વની વાત તો એ છે કે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા જે માર્ગેથી દિવસમાં 4-4 વાર પસાર થાય છે એ માર્ગ પર પણ ખાડારાજ સર્જયું છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

ચોમાસાનો વરસાદ આવે અને રસ્તાઓ પર ખાડા પડી જાય આ એક સિસ્ટમ બની ગઈ

ચોમાસાનો વરસાદ આવે અને રસ્તાઓ પર ખાડા પડી જાય આ એક સિસ્ટમ બની ગઈ છે. જો કે જિલ્લા મથક પાલનપુરમાં હજુ તો ચોમાસાનો પૂરો વરસાદ પણ થયો નથી. જેમાં પાલનપુરમાં માત્ર 1-2 ઇંચ જેટલો વરસાદ થયો છે. અને આ સામાન્ય વરસાદમાં જ પાલનપુરના અલગ અલગ વિસ્તારોમાં 500થી વધુ ખાડા પડી ગયા છે. જો કે શહેરમાં તો ઠીક પરંતુ પાલનપુરના ડેરી રોડ કે જ્યાં મોટા ભાગની શાળાઓ આવેલી છે એવા વિસ્તારોમાં માર્ગો પર ખાડા પડી જતા વિદ્યાર્થીઓ હાલાકી ભોગવવા મજબુર બન્યા છે.

તંત્ર પાલનપુરને આ ખાડારાજમાંથી મુક્તિ અપાવે તેવી સ્થાનિકો માગ

મહત્વની વાત તો એ છે કે ડેરી રોડ પર માત્ર શાળાઓ જ નહિ પરંતુ જિલ્લા કલેકટર સહીત જિલ્લા પોલીસ વડાનો બંગલો પણ આવેલો છે. જેથી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દિવસમાં 4-4 વખત આ માર્ગ પરથી એજ ખાડામાં પટકાતા પટકાતા પસાર થાય છે તેમ છતાં આ માર્ગોનું સમારકામ થયું નથી. ત્યારે જો જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા જે માર્ગો પરથી પસાર થાય છે એ માર્ગોનું પાલિકા સમારકામ ન કરી શકે તો શહેરના અન્ય માર્ગોનું તો વિચારવું જ દૂર નું રહ્યું છે. જો કે વહેલી તકે તંત્ર પાલનપુરને આ ખાડારાજમાંથી મુક્તિ અપાવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પાલિકા હવે ખાડા પુરાવે છે કે પછી કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે.  


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button