GUJARAT

Ahmedabad :કન્સ્ટ્રક્શન સાઇટ પર ઉપયોગમાં લેવાતી ટાવરક્રેન પીક-અવર્સમાં રોડ તરફ મૂવમેન્ટ કરીશકશે

  • સ્ટ્રક્ચરલ એન્જિ. સહિત 4 અધિકારીની સહી પછી ક્રેન ઇન્સ્ટોલ કરી શકાશે
  • નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ટાવર ક્રેનના ઉપયોગ માટે નવી SOP જાહેર
  • ટાવર ક્રેનના ઓપરેશન દરમિયાન દુર્ઘટના સર્જાય તો બિલ્ડરની જવાબદારી

અમદાવાદમાં હાઈરાઈઝ ઈમારતો બનાવવા કન્સ્ટ્રક્શન સાઈટ પર કન્સ્ટ્રક્શન ટાવર ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટાવર ક્રેનના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય અને મજૂરો તેમજ નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ટાવર ક્રેનના ઉપયોગ માટે કાર્યપદ્ધતિ (SOP) જાહેર કરાઈ છે.

આ હેતુસર AMC કમિશનર એમ. થેન્નારસને સરક્યુલર જારી કરીને તત્કાળ અમલ કરવા આદેશ કર્યો છે. બિલ્ડર, ડેવલપર્સે, ટાવર ક્રેનના ઉપયોગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને સલામતીના ભાગરૂપે કાર્ય પદ્ધતિ મુજબ કામગીરી થશે તેની બાહેંધરી આપવી પડશે. અરજદાર -માલિક, ડેવલોપર, એન્જિનિયર -આર્કિટેક અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગની સહીવાળું બાહેંધરીપત્રક આપ્યા બાદ જ તેને ઇન્સ્ટોલ કરી શકાશે અને ઉપયોગ કરી શકાશે.

બિલ્ડરોએ અનુસરવાની કાર્યપદ્ધતિ

1. ટાવર ક્રેનના લેટરલ બૂમ ભાગ જો બાંધકામ સાઈટના પ્લોટની બહારથી મૂવમેન્ટ કરતું હોય ત્યારે રોડ પર નોન પીક અવર્સ એટલે કે ઓછા ટ્રાફ્કિ દરમિયાન ટાવર ક્રેન ઓપરેટીંગ માટેના જરૂરી સ્ટાફ્ના સખત સુપરવિઝન હેઠળ સેફ્ટી હાઈટ ક્લિયરન્સસેફ્ટી હાઈટ ક્લિયર સાથે કરવાનું રહેશે.

2. ટાવર ક્રેનના ઓપરેશન દરમિયાન લોકોની જાનમાલનું નુકસાન ન થાય તે અંગેની તથા સલામતીની સંપૂર્ણ જવાબદારી ટાવર ક્રેન સંચાલકો તથા માલિક/ડેવલોપર્સની રહેશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button