- યુપી સીએમ યોગીએ આપી મહત્વની ચેતવણી
- વિકસિત ભારત માટે એક થઇને કામ કરવા કરી અપીલ
- આગરામાં એક કાર્યક્રમ દરમિયાન કર્યુ સંબોધન
બાંગ્લાદેશમાં જે સ્થિતિ જોવા મળી. પૂર્વ પીએમ શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો. હિંદુઓના ઘર પર હુમલા કરાયા. મંદિરોમાં તોડફોડ કરવામાં આવી. આ ઘટનાને લઇને ચોમેર રોષની લાગણી જોવા મળી. ત્યારે યુપી સીએમ યોગી આ મામલે અવારનવાર પ્રતિક્રિયા આપે છે. ત્યારે આજે પણ તેમણે સૌને એક થવાની અપીલ કરી હતી.
પેટા ચૂંટણીને લઇને આપ્યો મોટો સંદેશ
મહત્વનું છે કે સીએમ યોગી આજે આગરા પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રીય નાયક દુર્ગાદાસ રાઠોડની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે યુપીની 10 સીટો પર થનારી પેટાચૂંટણીને લઈને પણ એક મોટો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે આપણે ભારતને વિકસિત બનાવવા માટે કામ કરવું પડશે.
બટેંગે તો કટેંગે !
કાર્યક્રમમાં આવેલા લોકોને સંબોધતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે રાષ્ટ્રથી મોટું કંઈ ન હોઈ શકે. રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બનશે જ્યારે આપણે એક થઈશું. તેમણે વધુમાં કહ્યું કે તમે બાંગ્લાદેશમાં જેવી ભૂલો થઇ છે તેવી ભૂલો અહીં ન થવી જોઇએ. બટેંગે તો કટેંગે. એક રહેશો તો સુરક્ષિત રહેશો. અને સમૃદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચી શકશો. આપણે વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવાનો કાર્યક્રમ કરવાનો છે.
સીએમ યોગીએ આપ્યો એકતાનો સંદેશ
સીએમ યોગીએ કહ્યું કે અત્યારે આપણી સામે જે વર્તમાન પડકારો છે તેને સમજવા પડશે. સનાતન ધર્મની સામે જે પડકારો છે તેને સમજવા પડશે. ભારતનો પડકાર એ સનાતન ધર્મનો પડકાર છે. જે કોઇ તેને એકબીજાથી અલગ કરી શકે ન શકે. યાદ રાખો કે જો સમાજ ફરીથી વિભાજિત થાય અને જે ષડયંત્ર થઇ રહ્યુ છે તે સફળ થાય તો બાંગ્લાદેશની અંદર જે થઇ રહ્યું છે , જે હિંદુઓ પર યાતનાઓ થઇ રહી છે.
નસીબ અજમાવવા સમાજમાં ભાગલા પાડવા માગે છે- સીએમ યોગી
સીએમ યોગીએ નામ લીધા વિના વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે આપણે બધાએ આ માટે કામ કરવું પડશે. આપણે ભેદભાવ બંધ કરવો પડશે. એક એકને જોડવા પડશે. વિભાજનકારી શક્તિઓને ખુલ્લી પાડવી પડશે જેઓ માત્ર પોતાનું નસીબ બનાવવા માટે સમાજમાં ભાગલા પાડવા માંગે છે. આપણે પહેલા રાષ્ટ્ર પસંદ કરવાનું છે. સીએમ યોગીએ કહ્યું કે અહીંના લોકોમાં રાષ્ટ્રીય નાયકો માટે જે આદર છે તે આપણા દેશની સૌથી મોટી તાકાત છે.
Source link