NATIONAL

UPની પોલીસે કરોડોનો માલ જપ્ત કર્યો પણ કોઈ લેવાલ જ નથી!

ચોરીની ઘટનાઓ છાશવારે થતી રહે છે પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે જેના કારણે આૃર્ય થાય છે. આવી જ એક ચોરીની ઘટના ઉત્તરપ્રદેશમાં જોવા મળી છે.

આ ઘટનાને રાજ્યની સૌથી મોટી ચોરી કહેવાય છે પરંતુ આૃર્યની વાત એ છે કે આ મામલે ન તો કોઈએ ફરિયાદ કરી છે કે ન તો પોલીસ આજ સુધી તેનો ખુલાસો કરી શકી છે. મજાની વાત એ છે કે પોલીસે ચોરીમાં ઉડાવાયેલું અડધું સોનું અને લાખો રૂપિયા જપ્ત કરી લીધા છે તેમ છતાં આ સંપત્તિ પર પોતાનો દાવો કરવા કોઈ સામે આવ્યું નથી. આ ઘટના ગ્રેટર નોઇડા સ્થિત સિલ્વર સિટી-2 સોસાઇટીના ફ્લેટ નંબર 301ની છે. અહીં ચોરોએ 2020માં 36 કિલોગ્રામ સોનું અને છ કરોડ રૂપિયાની ચોરી કરી હતી. પોલીસે તપાસ કરતા 10 મહિના બાદ તે ચોરો સુધી પહોંચી હતી અને 17 કિલો સોનું અને 57 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા પરંતુ આૃર્ય ત્યારે થયું હતું જ્યારે ન તો કોઈએ ચોરીનો કેસ નોંધાવ્યો છે અને તો જપ્ત કરાયેલા માલ પર કોઈએ દાવો કર્યો છે. પોલીસે દાખલ કરેલા આરોપનામામાં માલના માલિકનું નામ નથી. પોલીસે કહ્યું હતું કે કેસમાં 10 આરોપી સામેલ હતા. જેમાંથી ઘણાની ધરપકડ કરાઈ છે.

ED અને ઇન્કમટેક્સ વિભાગને પણ રસ નથી

પોલીસે કેસની તપાસ માટે ઇડી અને આઇટી વિભાગને પણ પત્ર લખ્યો હતો. પરંતુ બંને એજન્સીઓને તેમાં કોઈ રસ નથી.તેથી આ બ્લેક મનીનું કોકડું ગૂંચવાયેલું છે. સવાલ એ છે કે આખરે કરોડોની રોકડ અને સોનાની ઇંટો કોણે સંતાડીને રાખી હતી. પોલીસને શંકા છે કે આ માલ કોઈ રેકેટનો પણ ભાગ હોઈ શકે છે.

કરોડોના માલનું શું થશે?

કેસ સાથે જોડાયેલા અધિકારીઓના અનુસાર હાલ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. જ્યાં સુધી કોર્ટમાં કેસ છે ત્યાં સુધી માલ કોષાગારમાં સુરક્ષિત રહેશે અને ત્યારબાદ કોર્ટના નિર્ણય અનુસાર કાર્યવાહી કરાશે. જોકે, આ પ્રકારના કેસમાં જે સંપત્તિનો કોઈ દાવેદાર નથી હોતો તેને સરકાર પાસે જમા કરાવી દેવાય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button