શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસો ચાલી રહ્યા હોય પિતૃઋણમાંથી મુક્ત થવા પિતૃ તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વિધિ માટે ગુજરાતના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તિર્થક્ષેત્ર ચાંદોદ ખાતે રોજે રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે. તા. 2 ઓક્ટોબર બુધવારે સર્વ પિતૃ અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે. પિતૃ ઋણ અદા કરવાનું પર્વ એટલે શ્રાધ્ધ પક્ષના અંતિમ દિવસો હાલ ચાલી રહ્યા હોય ગુજરાત ભરમાંથી ભાવિકો શ્રધ્ધ વિધિવિધાન અર્થે ચાંદોદ ખાતે ઉમટી ધન્યતા પામતા રહ્યા છે.
પિતૃઓ પ્રત્યે પ્રેમોદર વ્યક્ત કરવાનું કર્તવ્ય એટલે શ્રાધ્ધ *ભાદરવા વદ એકમ થી અમાસ* સુધી ના પખવાડિયાને શ્રાધ્ધ પક્ષ કહેવાય છે * આ દિવસોમાં પોતાના પિતૃઓ જે તિથીએ મૃત્યુ પામ્યા હોય એ તિથીએ પોતાના સદગત પૂર્વજો ની પૂજા કરી ગાય કુતરાને ખવડાવી, કાગવાસ આપી,પીપળે પાણી ચઢાવે છે. શ્રધ્ધ વિધિ માટે નદી કિનારો,સંગમ અને તીર્થ સ્થળ વિશેષ મહત્વ ધરાવે છે.એ માન્યતા અનુસાર તા.17 સપ્ટેમ્બર મંગળવાર ભાદરવા વદ એકમ થી શ્રધ્ધના દિવસોનો પ્રારંભ થયો છે. જેની તા 2 ઓક્ટોબર સર્વ પિતૃ બુધવારી અમાસે પુર્ણાહુતિ થશે.
Source link