GUJARAT

Vadodara: ડબલ રૂપિયાની લાલચે ગૂગલના પૂર્વ મેનેજરે 15 લાખ ગુમાવ્યા

વડોદરામાં ટ્રેડિંગ કરીને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી ભેજાબાજે ગુગલ ડોટ કોમ કંપનીના પૂર્વ HR મેનેજર પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપીએ 15 લાખ રૂપિયાની સામે 27 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જેટલા રોકશો તેના ડબલ પૈસા મળશે

વડોદરાના ગોત્રી રોડ પર રહેતા યુવકે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 10 ફેબ્રુઆરીના રોજ હું મારા મિત્ર સાથે અકોટા વિસ્તારમાં મળ્યો હતો. જ્યાં કૌશલભાઈ પારેખનો મિત્ર ભાવિન રજનીકાંત મકવાણા ૫ણ આવેલ હતો, જ્યાં ભાવીન મકવાણા સાથે મારી ઓળખાણ થયેલ. ભાવિન મકવાણાએ મને મોબાઈલ એપ્લિકેશનથી ઓનલાઈન ટ્રેડીંગનો વ્યવસાય કરતો હોવાનું જણાવ્યું હતું અને મારી ભાવીન મકવાણા સાથે ટ્રેડીંગના વ્યવસાયને લગતી વાતચીત થઈ હતી અને ભાવિન મકવાણાએ કહ્યું હતું કે, તે હાલમાં યુએસડીટી ટ્રેડીંગનો વ્યવસાય કરે છે અને તે ટ્રેડીંગમાં નાણા રોકવામાં આવે તો જેટલા નાણા રોકાશે તેના ડબલ નાણા પરત મળશે.

ટ્રેડીંગમાં રોકેલ પૈસા કોઈ જગ્યાએ ડૂબે નહી એવો વિશ્વાસ આપ્યો

જેથી યુવકે ભાવીન મકવાણાને તેઓ ટ્રેડીંગ કેવી રીતે કરે છે? કયા એકાઉન્ટમાં કરે છે? અને જો ટ્રેડીંગમાં પૈસા રોકવા હોય તો તે પૈસા કયા એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે? તે બાબતે પૂછતા ભાવિન મકવાણાએ તેના મોબાઈલમાં ઓકે એક્ષ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને તે એપ્લિકેશનથી તે યુએસડીટીના ટ્રેડીંગનુ કામ કરે છે અને જો ટ્રેડીંગમાં પૈસા રોકવા હોય તો આ એપ્લિકેશનમાં નાણા ટ્રાન્સફર કરવા પડશે અને જેટલા નાણા ટ્રેડીંગમાં રોકીશ તેના ડબલ રોજે રોજ કોઈ પણ ઓનલાઈન UPI દ્વારા અથવા રોકડેથી તે ચુકતે કરી આપશે તેમ જણાવેલ, જેથી ભાવીન મકવાણા કૌશલ પારેખનો મિત્ર હોવાથી અને તેણે ટ્રેડીંગમાં રોકેલ પૈસા કોઈ જગ્યાએ ડૂબે નહી એવો વિશ્વાસ આપી ટ્રેડીંગમાં નાણા રોકવા જણાવ્યું હતું.

સ્કીમમાં 15 લાખ રોકશો તો 27 લાખ મળશે

ત્યારબાદ યુવકે ભાવીન મકવાણાને રોકડા 1.80 લાખ રૂપિયા ટ્રેડીંગ વ્યવસાયમાં રોકવા માટે આપ્યા હતા અને ત્યારબાદ ભાવિન મકવાણાએ યુવકને આ રૂપિયા એક મહિનાની અંદર ડબલ થઈને 3.60 લાખ રૂપિયા મળી જશે તેમ જણાવ્યું હતું અને આ પૈસા આપ્યા, ત્યારે યુવકનો મિત્ર કૌશલ પારેખ હાજર હતો. ત્યારબાદ ભાવીન મકવાણાએ થોડા દિવસ સુધી રોજના 9 રૂપિયા ક્યારેક રોકડેથી તો ક્યારેક ઓનલાઇન ચૂકવતો હતો અને તે દરમિયાન તેણે નવી સ્કીમ આવેલ હોવાનુ જણાવી તે સ્કીમમાં રૂપિયા 15 લાખ રોકશો તો રૂપિયા 27 લાખ મળશે તેઓ ભરોસો આપ્યો હતો અને ભાવીન મકવાણાએ યુવકને 1.80 લાખની મુડીની રકમ પુરેપુરી ચુકતે કરીને વિશ્વાસમાં લીધા હતા. જેથી યુવકે ટુકડે-ટુકડે 15 લાખ રૂપિયા તેને આપ્યા હતા.

યુવકને ખર્ચા પેટે 15000 રૂપિયા ઓનલાઇન આપ્યા હતા

ત્યારબાદ દિવસે દિવસે ભાવિને યુવકનો ફોન રિસીવ કરવાનો બંધ કરી દીધો હતો અને વ્હોટ્સએપ પર પણ કોઈ પ્રકારનો જવાબ આપતો ન હતો, જેથી ભાવીન મકવાણા વડોદરામાં જે જગ્યાએ બેસતો તે જગ્યાએ તેની શોધખોળ કરી હતી અને તેને મૂડીના 15 લાખ રૂપિયા પરત આપી દેવા જણાવતા તેણે ખર્ચા માટે રૂપિયા 15000 રૂપિયા ઓનલાઇન આપ્યા હતા. ત્યારબાદ અત્યાર સુધી ભાવીન મકવાણાએ એક પણ પૈસો પરત આપેલ નથી.

આરોપીએ આપેલ ચેક બાઉન્સ થયા

આરોપીએ આપેલ ચેક બાઉન્સ થયા હતા આમ તેણે યુવક પાસેથી 15 લાખ રૂપિયા લોભામણી લાલચો આપી મેળવી લીધા હતા. જેથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button