GUJARAT

Vadodara Rain: ભારે વરસાદથી પૂરને લઇ PM Modiએ કર્યું ખાસ સૂચન

  • ફરી એકવાર PMએ મુખ્યમંત્રી સાથે કરી વાતચીત
  • લોકોને ઝડપથી સહાય મળે તે માટે કર્યું સૂચન
  • આરોગ્યની વ્યવસ્થા થાય તેના માટે સૂચના આપી

વડોદરામાં પૂરને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. જેમાં ફરી એકવાર PMએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. લોકોને ઝડપથી સહાય મળે તે માટે સૂચન કર્યું છે. તેમાં આરોગ્યની વ્યવસ્થા થાય તેના માટે સૂચના આપી છે. જેમાં ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે.

રેલવે સ્ટેશન તરફ જવાનો માર્ગ બંધ

શહેરમાં વિશ્વામિત્રી નદિના પુર સંદર્ભે વડાપ્રધાને વાતચીત કરી છે. જેમાં લોકોને ઝડપથી સહાય અને આરોગ્યની વ્યવસ્થા થાય તેના માટે સૂચના આપી છે. વડોદરાના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વડોદરામાં આર્મીના જવાનોએ કમાન સંભાળી છે. જેમાં નીચાણવાળા ભયગ્રસ્ત વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રહેણાંક ટાવરોના બેઝમેન્ટમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. સયાજીગંજ વિસ્તારમાં આર્મીની ટીમો તૈનાત છે. હજુ પણ રેલવે સ્ટેશન તરફ જવાનો માર્ગ બંધ છે.

નીચાણવાળા ભયગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ કરાશે

વડોદરામાં આર્મીના જવાનો હવે કમાન સંભાળશે. તેમાં નીચાણવાળા ભયગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ કરાશે. ગતરાત્રીથી જ આર્મીની ટીમો વડોદરામાં આવી ગઇ છે. સયાજીગંજ વિસ્તારમાં આર્મીની ગાડીઓ જ ગાડીઓ જોવા મળી છે. ટાવરોના બેઝમેન્ટમાં પાણી ભરાતા મોટરથી પાણી બહાર કઢાઈ રહ્યા છે. જેમાં હજુ પણ રેલવે સ્ટેશન તરફ જવાનો માર્ગ બંધ છે તેથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. ગુજરાત સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે સેના, એરફોર્સ, કોસ્ટગાર્ડ તથા એનડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે. આ સિવાય જ્યાં પાણી ઓસર્યા છે, ત્યાં વરસાદ પછીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં સિઝનના સરેરાશ વરસાદ કરતાં પાંચ ટકા વધુ વરસાદ પડ્યો

રાજ્ય સરકાર દ્વારા ‘ઝીરો કેઝ્યુલિટી’ અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જોકે તાજેતરના વરસાદી રાઉન્ડમાં 28 લોકોનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલ છે. ગુજરાતમાં મંગળવારથી ચોમાસાની નવી સિસ્ટમ સક્રિય થઈ હતી, જેના કારણે રાજ્યમાં સિઝનના સરેરાશ વરસાદ કરતાં પાંચ ટકા વધુ વરસાદ પડ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button