GUJARAT

Valsad: ઘરેણાં સાફ કરવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગ પોલીસના સકંજામાં

વલસાડ તાલુકાના ડુંગરી અને આજુબાજુના વિસ્તારમાં આવેલા ગામડાઓમાં ગત વર્ષોમાં દિવાળીની સિઝન દરમ્યાન સોના ચાંદીના ઘરેણાં સફાઈ કરવાના બહાને થતી છેતરપિંડી અટકાવવા ડુંગરી પોલીસની ટીમે ગણેશ મંડળમાં જઈને જન જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું.

સોના ચાંદીના ઘરેણાં સાફ કરવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગના 4 સભ્યોને ઝડપી પાડવામાં સફળતા મળી
સાથે ગામના સરપંચો અને જાગૃત નાગરિકોના બનાવેલા વોટ્સઅપ ગ્રુપમાં આપેલી જાગૃતિને લઈને 2 અલગ અલગ ગામડાઓમાં સોના ચાંદીના ઘરેણાં સાફ કરવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગના 4 સભ્યોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સ્થાનિક લોકોને આપેલી માહિતીને આધારે આરોપીઓ ઘટનાને અંજામ આપે તે પહેલાં ઝડપી પાડ્યા હતા. ડુંગરી પોલીસે 4 ઈસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
છેતરપિંડીના ગુનાઓને લઈ જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું
દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે લોકો તાંબા પિત્તળના વાસણો અને સોના ચાંદીના ઘરેણાંઓ ચમકાવવાનો આગ્રહ રાખતા હોય છે. ગયા વર્ષે દિવાળી પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં બનેલી છેતરપિંડીઓની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા SP ડો. કરનરાજ વાઘેલાની સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ ડુંગરી પોલીસના PI A.B ગોહિલના નેતૃત્વમાં ડુંગરી પોલીસની ટીમે અલગ અલગ ગામોમાં ગણેશ મહોત્સવ દરમ્યાન છેતરપિંડીના ગુનાઓ અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું.
બાતમીના આધારે 2 ઈસમોને પકડ્યા
સાથે જ પોલીસ મથક વિસ્તારના સરપંચો અને અગ્રણીઓ સાથે એક વોટ્સઅપ પર ગ્રુપ બનાવ્યું હતું. જેના દ્વારા ડુંગરી પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ડુંગરી પોલીસની ટીમ ડુંગરી બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે સમયે ડુંગરી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રમોદ શાલિગ્રામને બાતમી મળી હતી કે 2 ઈસમો બજાર વિસ્તારમાં તાંબા પિત્તળ સાફ કરવાના પાવડરની આડમાં સોના ચાંદીના ઘરેણાં સાફ કરવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના સભ્યો ફરી રહ્યા છે.
પોલીસે 4 શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી
જેના આધારે ડુંગરી પોલીસે બાતમીના વર્ણન વાળા ઈસમોને અટકાવી ચેક કરતા વિવિધ કેમિકલ અને અન્ય સામાન મળી આવ્યો હતો. ડુંગરી પોલીસે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી. જે બાદ 13 સપ્ટેમ્બરના રોજ દાંતી ગામ ખાતેથી વધુ 2 આરોપીઓ મળી કુલ 4 શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી ડુંગરી પોલીસ મથક વિસ્તારમાં આરોપીઓ ઘટનાને અંજામ આપે તે પહેલાં ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button