NATIONAL

Varansi: ગંગા નદીમાં હવે એસી બોટની સવારી ! આ તારીખથી શરૂ

  • કાશી અને અયોધ્યામાં પ્રવાસીઓને પડશે મજા
  • કાશીની ગંગા નદીમાં કરી શકાશે આરામદાયક સહેલ
  • અયોધ્યામાં પણ શરૂ કરાશે સરયુમાં નૌકાવિહાર

ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા અનેક પરિયોજનાઓને ગતિ આપવામાં આવી રહી છે. પાવાગઢ, કાશી, સોમનાથ વગેરે તીર્થ સ્થળોની કાયા પલટ કરવામાં આવી છે. અહીં આવનારા ભક્તોને કોઇ અગવડ ન પડે તથા ત્યાં આવતા ભક્તો થકી લોકલ વેપારીઓને લાભ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વાત કરીએ વારાણસીની તો, વારાણસીમાં ઇલેક્ટ્રિક બોટ ચલાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ઑક્ટોબરમાં ઇલેક્ટ્રિક બોટ થશે શરૂ

પર્યટન વિભાગ તરફથી મળતી જાણકારી અનુસાર વારાણસીમાં ઓક્ટોબર માસ સુધી આ આધુનિક બોટ સંચાલનને શરૂ કરી દેવામાં આવશે. જે વારાણસી જનપદમાં રાજઘાટથી માર્કંડેય મહાદેવ સ્થિત ગંગા ઘાટ સુધી ચાલશે. પર્યટન વિભાગના રાજેન્દ્ર રાવત તરફથી મળતી માહિતી મુજબ ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે અમારા સતત પ્રયાસો ચાલુ છે. આ હેતુથી ધાર્મિક નગરી કાશીમાં ઓક્ટોબર મહિનાથી ઇલેક્ટ્રિક બોટ ચલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આના દ્વારા મુસાફરોને અનુકૂળ મુસાફરીનો આનંદ મળશે અને પર્યાવરણના પ્રદૂષણને રોકવામાં પણ મદદ મળશે.

કેટલુ હશે ભાડુ ?

જો કે હાલમાં આ બોટનું ભાડું નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ અમે મુસાફરોને દરેક સુવિધા આપવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ તેમ રાજેન્દ્ર રાવતે જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશ સરકારની ગાઈડલાઈન મુજબ આગામી સમયમાં અયોધ્યામાં પણ તેને શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

50 સીટ એર કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બોટ

મળતી માહિતી અનુસાર વારાણસીના રવિદાસ ઘાટથી માર્કંડેય મહાદેવ સ્થિત ગંગા ઘાટ સુધી ઇલેક્ટ્રિક બોટ ચલાવવાની તૈયારી ચાલી રહી છે. તે ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવશે, જ્યાં પ્રારંભિક તબક્કામાં 3 થી 4 ઇલેક્ટ્રિક બોટની સેવાઓ ઉપલબ્ધ થશે. દરેક બોટમાં 50 બેઠકો હશે. આ ઈલેક્ટ્રિક બોટમાં મુસાફરો આરામદાયક બેઠકો અને એર કન્ડિશન્ડ વાતાવરણમાં તેમની મુસાફરી પૂર્ણ કરી શકશે. વારાણસીમાં ઈલેક્ટ્રિક બોટ ચલાવવાથી અહીં આવતા પ્રવાસીઓને ફાયદો થશે. તેમજ કાશીમાં પ્રવાસનને પણ વેગ મળશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button