વિરમગામ શહેરમાં નગરપાલિકા દ્વારા ગોલવાડી દરવાજાથી ખેતીવાડી ઉત્પન્ન બજાર માર્કેટ તરફ્ જવાના માર્ગમાં આવેલા લાકડી બજારમાં દબાણ કરનારાઓ તથા મુનસર દરવાજા તરફ્થી રામ મહેલ મંદિર થી આગળ રેહમલ પુર ત્રણ રસ્તા પાસે પાણીની ટાંકી સુધીના મુખ્ય માર્ગની બંને બાજુ વર્ષોથી દબાણો કરીને રહેણાંક મકાનો તેમજ કેટલીક દુકાનો કરવામાં આવી હતી.
જે દબાણો હટાવવા પાલિકા તંત્ર દ્વારા અગાઉ નોટીસો પાઠવવામાં આવી હતી. છતાં પણ દબાણ દુર નહીં થતા તાજેતરમાં તંત્ર દ્વારા આખરી જાહેર નોટીસ પાઠવી 10 દિવસમાં દબાણ નહીં હટાવાય તો તા. 15મીએ પાલિકા તંત્ર દ્વારા દબાણ દુર કરાશેની અંતિમ નોટિસ પાઠવી હતી. આ બંને વિસ્તારોમાં સરકારી જમીન પર અંદાજિત 200 જેટલા દબાણો થયા હતા.લોકોએ વરસાદી ગટર અને ગઢની દીવાલ પાસે રહેણાંક કરી નાખતા રસ્તાઓ સાંકડા બની ગયા હતા. શહેરના વિકાસ કાર્યમાં અવરોધરૂપ દબાણો દુર કરવા મંગળવાર સવારથી પાલિકા તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરીનો આરંભ કર્યો હતો. જેમાં વચ્ચે ઊભા કરી દેવાયેલા ધાર્મિક સ્થાનોના દબાણો પણ દુર કરાયા હતા. ત્યારે સોમવારની સાંજે રામ મહેલ મંદિર સંસ્થાનના મહંતે જાતે મંદિરની દબાણમાં આવતી દીવાલ તોડવા હાથમાં હથોડો લઈ સમર્થન આપ્યુ હતુ.
Source link