તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણે રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ રક્ષણ બોર્ડ બનાવવાની માગણી કરી છે. પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે આખા દેશમાં ધાર્મિક બાબતોની દેખરેખ રાખવા માટે રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ રક્ષણ બોર્ડ બનાવવું જોઈએ.
પવન કલ્યાણે લખ્યું કે, તિરુપતિ બાલાજીના પ્રસાદમાં પ્રાણિજ ચરબી (માછલીનું તેલ, ડુક્કરની ચરબી અને બીફની ચરબી) મળી આવ્યાની વાતથી આપણે બધા ખૂબ પરેશાન છીએ. તત્કાલીન વાયએસઆરસીપીની સરકાર દ્વારા રચાયેલા ટીટીડી બોર્ડે ઘણા સવાલોના જવાબ આપવા પડશે. અમારી સરકાર શક્ય તેટલી સખત કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ આ મામલો મંદિરોના અપમાન, ભૂમિ સંબંધી મુદ્દા અને અન્ય ધાર્મિક પ્રથાઓ સાથે સંકળાયેલા ઘણા મુદ્દા પર પ્રકાશ પાડે છે. પવન કલ્યાણે લખ્યું કે, હવે સમય આવી ગયો છે કે આખા ભારતમાં મંદિરો સાથે સંકળાયેલા બધા મુદ્દા પર વિચાર કરવા માટે રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ રક્ષા બોર્ડની રચના કરવામાં આવે. બધા નીતિઓ બનાવનારા, ધાર્મિક વડાઓ, ન્યાયપાલિકાઓ, નાગરિકો, મીડિયા અને પોતપોતાના ક્ષેત્રોના અન્ય બધા લોકો દ્વારા રાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે એક ચર્ચા થવી જોઈએ. મને લાગે છે કે આપણે બધાએ કોઈ પણ રીતે સનાતન ધર્મના અપમાનને રોકવા માટે એકજૂથ થવું જોઈએ.
Source link