GUJARAT

Western Railway: આ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર

  • પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના સમય પાલનને લઈને લેવાયો નિર્ણય
  • આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો
  • ઘણી ટ્રેનોના આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરાયા

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના સમય પાલનને વધુ સારા બનાવવા માટે ત્રણ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 30 ઓગસ્ટથી ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસના વેરાવળ સ્ટેશનથી ઉપડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કેટલાક સ્ટેશનો પર ટ્રેનના આગમન/પ્રસ્થાન સમયમાં ફેરફાર

કેટલાક સ્ટેશનો પર ટ્રેનનો આગમન/પ્રસ્થાન સમય ક્રમશઃ વિરમગામ જંકશન 04.05/04.07 કલાકને બદલે 04.18/04.20 કલાક તથા ચાંદલોડિયા બી કેબિન પર 04.50/04.52 કલાકને બદલે 05.03/05.05 કલાક રહેશે. આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશને 5.40 કલાકને બદલે 5.50 કલાકે પહોંચશે.

ટ્રેનના આગમન/પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર

તારીખ 30 ઓગસ્ટથી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસના પોરબંદર સ્ટેશનથી ઉપડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનનો આગમન/પ્રસ્થાન સમય ક્રમશઃ જામનગર 0.47/0.52 કલાકને બદલે 0.54/0.59 કલાકે, હાપા 01.10/01.12 કલાકને બદલે 01.13/01.15 કલાકે, વાંકાનેર 03.57/03.59 કલાકને બદલે 03.30/03.32 કલાકે, થાન જંકશન 04.20/04.22 કલાકને બદલે 03.55/03.57 કલાકે તથા સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર 05.04/05.06 કલાકને બદલે 04.39/04.41 કલાક રહેશે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેનના આગમન/પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ અંગે વધારે વિગત વેબસાઈટ પર મળી શકશે

તારીખ 4 સપ્ટેમ્બરથી ટ્રેન નંબર 19319 વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસનો રાજકોટ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય ક્રમશઃ 02.10/02.15 કલાકને બદલે 01.50/02:00 કલાકે રહેશે. અન્ય કોઈપણ સ્ટેશનના આગમન/પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનના રોકાણ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button