WHOએ તાજેતરમાં એવી જાણકારી આપી છે કે, જેને આરોગ્ય વિશેષજ્ઞોને સાવચેત કરી દીધા છે. એમ્પોક્સ વાયરસનો એક બિલકુલ નવો સ્ટ્રેઇન સામે આવ્યો છે, પરંતુ આ કોઈ સામાન્ય વાયરસ નથી,
આ એ પ્રકારનો વાયરસ છે જેમાં બે જૂના વાયરસના જેનેટિક પદાર્થો મળીને નવો ‘રિકૉમ્બિનેટ’ સ્ટ્રેઇન બનાવ્યો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ નવા વાયરસના કેસ ભારત અને યુકેમાં જોવા મળ્યા છે.
WHOએ આને ધ્યાનમાં રાખીને સમગ્ર વિશ્વમાં કડક દેખરેખ રાખવાની સલાહ આપી છે. આ નવો વાયરસ કેવી રીતે બન્યો અને શું આપણે ડરવાની જરૂર છે? ચાલો વિગતવાર જાણીએ.
કયા કયા સ્થળે નવા કેસ મળી રહ્યા છે?
WHOની રિપોર્ટ અનુસાર, આ નવા સ્ટ્રેઇનના બે કેસ નોંધાયા છે:
યુકે: પહેલો કેસ યુકેમાં નોંધાયો હતો. આ વ્યક્તિ દક્ષિણ પૂર્વ એશિયાના કોઈ દેશમાં મુસાફરી કરી પાછો આવ્યો હતો.
ભારત: બીજો કેસ ભારતમાં નોંધાયો, જ્યાં દર્દીએ અરબી દ્વીપકલ્પના કોઈ દેશમાં મુસાફરી કરી હતી.
ચોકાવનારી વાત એ છે કે બંને દર્દીઓ અલગ અલગ સમય પર બીમાર પડ્યાં હતા, પરંતુ બંનેમાં એક જ નવો વાયરસ જોવા મળ્યો. બંને કેસમાં લક્ષણો સામાન્ય એમ્પોક્સ કેસ જેમ જ હતા.
નવો સ્ટ્રેઇન કેટલો જોખમી છે?
શાંતિની વાત એ છે કે, બંને દર્દીઓમાં બીમારી ગંભીર ન હતી. બંને દેશોમાં આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ થઈ ગઈ છે અને અન્ય કોઈમાં વાયરસ ફેલાયો નથી. જોકે, WHOનું કહેવું છે કે બે કેસ મળવાને કારણે શક્ય છે કે બીજી પણ કેટલીક પીડિત વ્યક્તિઓ હોઈ શકે છે, જે હજી નોંધાઈ નથી.
વાયરસ કેવી રીતે ઓળખાયો?
યુકે કેસ: આ કેસ ડિસેમ્બર 2025માં આવ્યો હતો. શરૂઆતમાં તેને ‘ક્લેડ Ib’ માનવામાં આવ્યું હતું, પરંતુ વિગતવાર પરીક્ષણ પછી જાણવા મળ્યું કે તેમાં ‘ક્લેડ Ib’અને ‘ક્લેડ IIb’ બંને તત્વ છે.
ભારત કેસ: ભારતમાં દર્દીને સપ્ટેમ્બર 2025માં લક્ષણો દેખાયા હતા. શરૂઆતમાં તેને ‘ક્લેડ II’ માનવામાં આવ્યું, પરંતુ પછી ડેટાબેસ અપડેટથી જાણી શકાયું કે, આ તે જ નવો મિશ્રિત સ્ટ્રેઇન છે જે યુકેમાં જોવા મળ્યો હતો. નોધનીય છે કે ભારતનો કેસ આ નવા સ્ટ્રેઇનનો સૌથી પહેલો જાણીતો કેસ છે.


Leave a Comment