BUSINESS

WHO: વિશ્વમાં ખરાબ ભોજનથી 60 કરોડ બીમાર, 4.2 લાખ મોતનો આનો દાવો,વાંચો

વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખે શુક્રવારે જણાવ્યું કે, અસુરક્ષિત ભોજનને પહોંચી વળવા અને ભૂમિકા પર પ્રકાશ પાડયો હતો. આ ઉપરાંત આનાથી દર વર્ષએ ખાદ્યને લઈ થતી બીમારીઓને લીધે 60 કરોડ લોકો બીમાર પડતા હોવાનું સામે આવતા હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત ચાર લાખ 20 હજાર લોકો પોતાનો જીવ ગુમાવતા હોવાનું કહ્યું હતું. દિલ્હીમાં આયોજિત બીજી વૈશ્વિક ખાદ્ય વિનિયામક શિખર સંમેલનમાં એક વીડિયો સંદેશમાં ગ્રેબેસેયસે જણાવ્યું કે, જળવાયુ પરિવર્તન, વસ્તી, નવી ટેક્નોલૉજી, વૈશ્વિકરણ તેમજ ઔદ્યોગિકરણને લીધે આપણી ખાદ્ય રીતોને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

મોતને ભેટતા 70 ટકામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના
ડબલ્યુએચઓ સંગઠનના મહાનિદેશકે જણાવ્યું કે, ખરાબ ભોજનથી જીવ ગુમાવનાર 70 ટકા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય છે. ડબલ્યૂએચઓના પ્રમુખે વધુમાં જણાવ્યું કે, આ વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે ખાદ્ય નિયામક સમુદાયની મહત્ત્વની ભૂમિકા છે. તેઓના સહયારા પ્રયાસોની જરૂરી પર ભાર મૂક્યો છે, કારણ કે, 30 લાખ કરતાં વધુ લોકો પૌષ્ટિક આહારનો ખર્ચ વહન નહિ કરી શકતા.
સેફ ફૂડ માટે સપોર્ટ જરૂરી
વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખે આ વાત પર ભાર મૂક્યો કે, તમામ માટે સુરક્ષિત ભોજન નક્કી કરવા સહયોગ જરૂરી છે. કારણ કે, ખાદ્ય સિસ્ટમ સરહદો અને ખંડોને પાર કરે છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા, ખાદ્યપ્રધાન પ્રહલાદ જોશી, આરોગ્ય સચિવ અને FSSAIના અધ્યક્ષ અપૂર્વ ચંદ્રા, કોડેક્સના અધ્યક્ષ સ્ટીવ વેર્ન અને FSSAIના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)જી કમલા વર્ધન રાવે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button