NATIONAL

ICG DG Rakesh Pal કોણ હતા? 35 વર્ષમાં ઘણા ઓપરેશનનું કર્યું નેતૃત્વ

કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન થયું છે

તેમણે લગભગ 35 વર્ષ સુધી કોસ્ટ ગાર્ડમાં ઘણા ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું

તેમના યોગદાનને કારણે તેમને ગયા વર્ષે કોસ્ટ ગાર્ડની કમાન સોંપવામાં આવી હતી

ભારતીય કોસ્ટ ગાર્ડના ડીજી રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ INS અદ્યારમાં અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા હતા. અચાનક તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો. જે બાદ બપોરે 2.30 વાગે તેને રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સાંજે સાતેક વાગ્યાની આસપાસ તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે વ્યક્ત કર્યું દુ:ખ

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સિવાય ઘણી હસ્તીઓએ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટાલિન અને રાજનાથ સિંહ તેમને શ્રદ્ધાંજલિ આપવા હોસ્પિટલ જશે. રાકેશ પાલને ગયા વર્ષે ભારતીય કોસ્ટ ગાર્ડની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને કોસ્ટ ગાર્ડના 25માં ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઈન્ડિયન નેવલ એકેડમીમાંથી પાસ આઉટ થયા બાદ તેઓ જાન્યુઆરી 1989માં કોસ્ટ ગાર્ડમાં જોડાયા હતા.

આપી છે ઘણી સેવાઓ

તેમના 35 વર્ષની સેવા દરમિયાન તેમણે કોસ્ટ ગાર્ડના ઘણા ઓપરેશનનું નેતૃત્વ કર્યું. તેમણે નોર્થ વેસ્ટ કોસ્ટ ગાર્ડ વિસ્તારમાં કમાન્ડર, ગાંધીનગરમાં ડેપ્યુટી ડાયરેક્ટર (નીતિ અને આયોજન) કમાન્ડર તરીકે પણ સેવા આપી છે. નવી દિલ્હીમાં કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે પણ કામ કર્યું છે. તેમણે ICGની તમામ વિંગમાં કામ કર્યું છે. તેમનો અનુભવ ફઓર્સ માટે ઘણો ઉપયોગી રહ્યો છે. તેમણે ICGS સુચેતા કૃપાલાની, ICGS સમર્થ, ICGS અહિલ્યાબાઈ, ICGS વિજીત અને ICGS C-03 પર કમાન્ડર રહી ચૂક્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button