GUJARAT

Dang જિલ્લાના વઘઈમાં 8.28 ઇંચ, તાપીના સોનગઢમાં 8.72 ઇંચ વરસાદ ખાબક્યો

  • નદીઓ બે કાંઠે : નીચાણવાળા 111 ગામો એલર્ટ કરાયાં
  • વાઘઈમાં 8.28 ઇંચ વરસાદ વરસતા ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
  • અંબિકા નદી 29 ફૂટ ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ પર પહોંચી

રાજયમાં શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે રાજ્યના દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસ્યો છે.ડાંગના વાઘઈમાં 8.28 ઇંચ વરસાદ વરસતા ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બીજી તરફ્ ડાંગમાં ભારે વરસાદથી નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.

અંબિકા નદી 29 ફૂટ ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ પર પહોંચી છે, ગણદેવીનાં 16 ગામને એલર્ટ કરાયાં છે, તો પૂર્ણા નદી પણ ભયજનક સપાટીની નજીક પહોંચી છે. આ વચ્ચે અંબિકા નદીનાં પાણીના પ્રવાહમાં બે ટ્રક તણાઈ હતી જયારે ભરુચમાં મેઘરાજાની તોફાની બેટીગમાં 2 કલાકમાં સાડા પાંચ ઈચ વરસાદ ખાબક્યો હતો. ભરુચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા સોમવારે ડાંગ જિલ્લાના વઘઈમાં 12 કલાકમાં 8.28 ઈંચ, સુબીરમાં 5.88 ઈંચ, આહવામાં 4.52 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નવસારીના વાંસદામાં 24 કલાકમાં 7.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના માંડવીમાં 2.72 ઈંચ, બારડોલી 2.24 ઈંચ, મહુવા 2.04 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આજે સુરતમાં રેડએલર્ટ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રીજી સપ્ટેમ્બરને મંગળવારે સુરત જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચોથી સપ્ટેમ્બરના રોજ પણ નવસારી-વલસાડ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ અને સુરત, તાપીમાં યલ્લો એલર્ટ જારી કરાયું છે. હજુ બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button