ENTERTAINMENT

Bollywood: રાજકુમાર રાવ આગામી ફિલ્મ ‘મલિક’માં એક્શન અવતારમાં જોવા મળશે

  • રાજકુમાર રાવના જન્મદિન પર ‘મલિક’ ફિલ્મનું પોસ્ટર શેર કરી ચાહકોને ભેટ આપવામાં આવી
  • જેમાં એક ધમાકેદાર ડાયલોગ સાથે રાજકુમાર રાવે ટાઈટલ અને લૂકની જાહેરાત કરી હતી
  • પોસ્ટરને શેર કરતાં રાજકુમારે કહ્યું કે માલિકની દુનિયામાં તમારું સ્વાગત છે

અભિનેતા રાજકુમાર રાવે પોતાના જન્મદિવસે પોતાની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરીને ચાહકોને ભેટ આપી છે. આ ખાસ દિવસે તેમણે પોતાની આગામી ફિલ્મ માલિકની જાહેરાત કરી છે.

શુક્રવારે આ ફ્લ્મિનું પોસ્ટર રિલીઝ કરાયું છે. જેમાં એક ધમાકેદાર ડાયલોગ સાથે રાજકુમાર રાવે ટાઈટલ અને લૂકની જાહેરાત કરી હતી. પોસ્ટરને શેર કરતાં રાજકુમારે કહ્યું કે માલિકની દુનિયામાં તમારું સ્વાગત છે. શૂટિંગ શરૂ થઈ ગયું છે. જલદીથી મુલાકાત થશે. રિલીઝ થયેલા પોસ્ટરમાં રાજકુમાર રાવ જીપ પર હાથમાં બંદૂક સાથે ઊભા છે અને ગુસ્સાથી કોઈને ઘૂરતા નજરે પડી રહ્યા છે. રાજકુમાર બોલિવૂડના વર્સેટાઇલ એક્ટરમાંના એક ગણવામાં આવે છે. આ વર્ષે તેમની જે પણ ફિલ્મ રિલીઝ થઈ તેમાં તેમની દરેક ભૂમિકામાં અલગ અલગ શેડ્સ જોવા મળી રહ્યા છે. માલિક એ આ વર્ષની તેમની ચોથી ફિલ્મ છે. આ પહેલા તેમની ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ , ‘શ્રીકાંત’ અને સુપરહિટ ‘સ્ત્રી-2’ રિલીઝ થઈ ચૂકી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button