GUJARAT

Panchmahal: કાલોલમાં ખાડાના કારણે એક્ટિવા ચાલક કાબુ ગુમાવતા ગોમા નદીમાં તણાયો

  • નદીમાં દૂરના સ્થળેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો
  • એક્ટિવા લઇ કોઝવે પરથી પસાર થતા બનાવ બન્યો
  • ખાડાના કારણે નિયંત્રણ ગુમાવતા નદીમાં ખાબક્યો

પંચમહાલ જિલ્લાના કાલોલમાં ગત રાત્રી દરમ્યાન કિશોર ગોમાં નદીના પ્રવાહમાં તણાયો હતો. એક્ટિવા લઈ કોઝ વે પસાર કરી રહ્યા હતા તે દરમ્યાન ઘટના બની છે. કોઝ વેના એપ્રોચ રોડ પર પડેલા ખાડા ને કારણે નિયંત્રણ ગુમાવતા યુવક મિત્ર સાથે નદીમાં ખાબક્યો હતો. એક્ટિવા પર સવાર એક સાથે બે યુવકો નદીમાં પડ્યા હતા જેમાંથી બે યુવકોને બચાવી લેવાયા છે.

મોહમ્મદ સમીર સમુરૂદ્દીન કંસારાનો મૃતદેહ મળી આવ્યો

નદીમાં ગરકાવ થયેલા યુવકને શોધવા માટે તંત્ર સહિત કાલોલ ફાયર ફાઈટરની ટિમો કામે લાગી હતી. મધ્ય રાત્રીએ નદીમાં દૂરના સ્થળે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને લઈ સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવકના મૃત્યુને લઈ પરિવારમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.

કાલોલ ગોમા નદીનાં કોઝ-વે ઉપરથી એક્ટિવા લઈ પસાર થતો યુવક પડી જતાં પાણીનાં પ્રવાહમાં તણાયો હતો. કાલોલ શબનમ સોસાયટીથી અવરજવર માટે કોઝ-વે બનાવવામાં આવ્યો હતો, જેના ઉપરથી મોહમ્મદ સમીર સમુરૂદ્દીન કંસારા (17 વર્ષ) પસાર થઈ રહ્યો હતો. જાણવા મળ્યા મુજબ આ કોઝ-વે તાજેતરમાં જ બનાવવમાં આવ્યો છે, જેનું લોકાર્પણ કરવામાં આવે તે પહેલાં જ ત્રણ દિવસ અગાઉ વરસાદી પાણીમાં ધોવાયો છે.

કોઝ-વેનું ઉદઘાટન પણ થયુ ન હતું ને પાણીમાં ધોવાઈ ગયો

પાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવતાં ફાયર ટીમે કોઝ-વેમાં તણાયેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી. તેનું એક્ટિવા મળી આવ્યા બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઝ-વેનું ધોવાણ થયું હોવા છતાં પાલિકા તંત્ર એ તેના ઉપર અવર જવર ચાલુ રાખવામાં આવતા દુર્ઘટના બની છે. ગોધરાથી ફાયરની ટીમ બોલાવવામાં આવી છે. ઘટનાની જાણકારીને લઈ તાત્કાલિક 18 -પંચમહાલ લોકસભાનાં સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત કાલોલ મામલતદાર, પોલીસ,પાલિકા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button