એસીટીએફ ખાતે રમાતી આઇટીએફ જે30 ટેનિસ ટૂર્નામેન્ટમાં ગુજરાતના ખેલાડીઓનો દબદબો જારી રહ્યો છે. બોય્ઝની ફાઇનલમાં બંને ગુજરાતી ખેલાડીઓ હોય તેવું સંભવિત પ્રથમ વખત બનશે.
બીજા ક્રમાંકિત વત્સલ મનીકાંતને આઠમા ક્રમાંકિત પાર્થ ચાવડાને પ્રથમ સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ 7-6 (8-6), 6-4થી પરાજય આપ્યો હતો. બીજી સેમિફાઇનલમાં 15 વર્ષીય ઓમ પટેલે પોતાના શાનદાર ફોર્મને જારી રાખીને પ્રથમ સેટ ગુમાવ્યા બાદ વળતો પ્રહાર કરીને મનન અગ્રવાલને 6-7 (3-7), 6-1, 6-1થી હરાવીને પાર્થ સામેનો ફાઇનલ મુકાબલો નિશ્ચિત કર્યો હતો.
ગર્લ્સ કેટેગરીમાં ટોચનો ક્રમાંક ધરાવતી ઐશ્વર્યા જાધવે સાલ્યેતી વરાદકરને કોઈ પણ મુશ્કેલી વિના 6-1, 6-0થી હરાવી હતી. બીજી સેમિફાઇનલમાં ક્વોલિફાયર પ્રાચી મલિકે પોતાનો પ્રથમ આઇટીએફ જુનિયર પોઇન્ટ હાંસલ કરવાની સાથે આઠમી ક્રમાંકિત આકૃતિ સોનકુસારેને 6-2, 3-6, 6-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ડબલ્સમાં રણવીર-સૌર્યા, શૈવી-પાર્થસારથી ચેમ્પિયન બન્યા
આઇટીએફ જે30 ટેનિસની બોય્ઝ ડબલ્સમાં સૌર્યા ભારદ્વાજ અને રણવીરસિંઘની જોડીએ પાર્થ અને ઓમ વર્માની જોડીને 6-3, 6-2થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ગર્લ્સમાં ચોથી ક્રમાંકિત શૈવી દલાલ અને પાર્થસારથી મુંડેએ એન્જલ પટેલ અને પાલ ઉપાધ્યાયને 7-5, 6-3થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.
Source link