GUJARAT

Gujarat Rain: ભારે વરસાદની જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી

  • 4થી 5 સપ્ટેમ્બરે બીજી લો પ્રેશર વરસાદ લાવશે
  • મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં આકાર પામશે
  • 3 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં વરસાદ રહેશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદની આગાહી સામે આવી છે. જેમાં 4થી 5 સપ્ટેમ્બરે બીજી લો પ્રેશર વરસાદ લાવશે. જે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં આકાર પામશે. તેમજ 3 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં વરસાદ રહેશે. તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. ભરૂચ, જંબુસર, પાદરામાં ભારે વરસાદની આગાહી છે.

વડોદરા, નસવાડીમાં પણ ભારે વરસાદની આગાહી

વડોદરા, નસવાડીમાં પણ ભારે વરસાદની આગાહી છે. 13થી 20 સપ્ટેમ્બર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. તેમજ ભાદરવી પૂનમ સમયે વરસાદી માહોલ રહેશે. જેમાં ભાદરવા માસમાં વરસાદી માહોલ રહેશે. રાજસ્થાન સંલગ્ન વિસ્તારોમાં વરસાદ આવશે. તથા 22થી 25 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદ રહેશે. ઉત્તર અને મધ્ય સહિત રાજ્યભરમાં વરસાદ રહેશે. 26થી 5 ઓક્ટોબર ગાજવીજ સાથે વરસાદ આવશે. તેમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, સમુદ્ર કિનારે પવન ફૂંકાશે

જાણો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઇ છે. તેમાં 3 થી 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ રહેશે. તેમજ અતિવૃષ્ટીની કોઇ શક્યતાઓ નથી. તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળશે. તેમજ દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ પડશે. તથા સુરત, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વરમાં ભારે વરસાદ પડશે. જ્યારે અમદાવાદ, કપડવંજ, આણંદ, નડિયાદમાં ભારે વરસાદ પડશે અને પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે. તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની શકયતા નહીવત છે. રાપર, મોરબી, સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ રહેશે. તથા બોટાદ, ભાવનગરમાં મધ્યમ વરસાદ રહેશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button