GUJARAT

Dubaiથી સાઇબર ક્રાઇમનું નેટવર્ક ચલાવતા મહંમદ જુનેદની અમદાવાદ એરપોર્ટથી ધરપકડ

શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ તેમજ ઓન લાઈન પાર્ટ ટાઈમ જૉબ અપાવાના બહાને સાઈબર ભેજાબાજો દ્વારા નાગરિકો સાથે આયોજન પૂર્વકની ઠગાઈ કરવામાં આવી રહી છે.

આ પ્રકારે ફ્રોડનો શિકાર બનાવનાર અને સાયબર ક્રાઈમ સેલમાં વોન્ટેડ આરોપી મહંમદ જુનેદ અહેમદમીયા મલેક (ઉ.વ.31) રહે, આણંદ સોમવારે દુબઈથી અમદાવાદ એરપાર્ટ આવ્યો હતો. વડોદરા પોલીસે જાહેર કરેલી લૂક આઉટ નોટિસના આધારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીએ દબોચી લીધો હતો. દુબઈથી નેટવર્ક ચલાવતો જુનેદ ભારતના મિત્રો પાસેથી બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોનના સિમકાર્ડ મંગાવી લેતો હતો જે ઉપયોગ કરવા માટે દુબઈ નિવાસી ચાઈનીસ દુભાષિયાને આપતો હતો. આ ષયડંત્રમાં અત્યાર સુધી 4 રાજ્યોમાંથી કુલ 12 આરોપીઓ ગિરફતાર થઈ ચુક્યા છે.

દુબઈની ગેંગ સામે 11 રાજ્યોમાં 23 FIR નોંધાઈ છે

દુબઈમાંથી નેટવર્ક ચલાવતી ટોળકી સામે અત્યાર સુધીમાં દેશના 11 રાજ્યોમાં કુલ 23 એફ.આઈ.આર. નોંધાઈ ચુકી છે. આણંદ બોરસદના આરોપી મહંમદ જુનેદ અહેમદમીયા મલેક સાથે બીજા કેટલા સાગરીતો જોડાયેલા છે.

ઓનલાઇન છેતરપિંડીના કેસમાં વડોદરા પોલીસે LOC કાઢી હતી . આયોજન પૂર્વકની ઠગાઈમાં અત્યાર સુધી 4 રાજ્યોમાં 12 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button