ENTERTAINMENT

તારક મહેતાની સોનુના સમર્થનમાં આવી ‘મિસિસ સોઢી’, કહ્યું- શો નહીં એક જેલ…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દર્શકોના પ્રિય શોમાંથી એક છે. વર્ષોથી ટીવી પર ટેલિકાસ્ટ થતી આ સિરિયલ તેના ફેન્સનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતી નથી. જોકે, છેલ્લા કેટલાક સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કેટલીક ખોટી રીતે ચર્ચામાં છે. શોના ડાયરેક્ટર અસિત મોદી પર ઘણા પૂર્વ કલાકારોએ અલગ-અલગ પ્રકારના આરોપ લગાવ્યા છે.
ટીવીનો લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાક સમયથી નકારાત્મક કારણોસર ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે મેકર્સે શોમાં ભીડેની પુત્રી સોનુનું પાત્ર ભજવનાર પલક સિધવાની સામે લીગલ નોટિસ મોકલી છે. પલક કહે છે કે મેકર્સ તેનું માનસિક શોષણ કરી રહ્યા હતા અને તેને હેરાન કરી રહ્યા હતા અને ધમકીઓ પણ આપતા હતા. હવે જેનિફર મિસ્ત્રી જેણે અગાઉ મિસિસ સોઢીનો રોલ કર્યો હતો તે પણ પલકના સમર્થનમાં આવી છે.


જેનિફરે આ શોને જેલ ગણાવ્યો


એક ઈન્ટરવ્યુંમાં જેનિફરે કહ્યું હતું કે, પલક સાથે જે થયું તે દરેક કલાકાર સાથે થાય છે. શો છોડવા માંગતા કલાકારોને મેકર્સ હંમેશા હેરાન કરે છે. તેણે આગળ કહ્યું હતું કે, પરંતુ મેકર્સ કંઈ કરી શકતા નથી. તેઓ આવા નાટક કરતા રહે છે. તે લોકોને ક્યારેય ખુશ થવા દેતા નથી. પોતાના કામના અનુભવ અંગે જેનિફરે કહ્યું હતું કે આ શો એક જેલ છે. જ્યારે પલકે શો છોડવાની વાત કરી ત્યારે મેકર્સે ફરીથી તેને લીગલ નોટિસ મોકલવાની એ જ યુક્તિ અપનાવી હતી.

જેનિફરે પલક વિશે શું કહ્યું?
પલક અંગે જેનિફરે કહ્યું હતું કે, ‘તે સ્વીટ છે અને નારાજ પણ હશે કારણ કે પ્રોડક્શન હાઉસે તેનું પેમેન્ટ ક્લિયર પણ કર્યું નથી.’ જેનિફરે એમ પણ કહ્યું કે પલક સ્માર્ટ છે અને તે આ પરિસ્થિતિને સંભાળશે. જ્યાં સુધી પૈસાની વાત છે દોઢ વર્ષ થઈ ગયું છે અને હજુ સુધી મને પેમેન્ટ મળ્યું નથી. જેનિફરે વધુમાં દાવો કર્યો હતો કે જે પણ અભિનેતા શો છોડવા માંગે છે તે તેની સાથે આવું જ કરે છે. અત્યાર સુધી રાજ અનડકટ, ગુરુચરણ સિંહ, શૈલેષ લોઢા સહિતના ઘણા કલાકારો આ સમસ્યાનો સામનો કરી ચુક્યા છે.
જેનિફર મિસ્ત્રી સૌથી વધુ સમાચારોમાં હતી જેણે નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. હવે હાલમાં જ શોને અલવિદા કહેનાર પલક સિંધવાનીએ પણ અસિત મોદી પર કેટલાક આરોપો લગાવ્યા છે જેના પછી ફેન્સ નિર્માતાને જેલમાં મોકલવાની માંગ કરી રહ્યા છે.
પલક સિંધવાનીએ શોને અલવિદા કહ્યું
તમને જણાવી દઈએ કે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવનાર પલક સિંધવાનીએ શોને અલવિદા કહી દીધું છે પરંતુ તેણે શોની કાળી હરકતોનો પર્દાફાશ કર્યો છે અને શોના મેકર્સેના રાજ ખોલ્યા છે. પલક સિંધવાણીએ મેકર્સ પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તેણે એમ પણ કહ્યું કે તેને સેટ પર પેનિટ અટેક આવ્યો હતો અને જેના કારણે તેને ડોક્ટર પાસે જવું પડ્યું હતું. હવે પલક સિંધવાનીના આ આરોપો બાદ શો જોનારા ફેન્સ ખૂબ નારાજ થઈ ગયા છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button