GUJARAT

MEGA લાઈનમાં ગેરકાયદે જોડાણો શોધવા AMC, GPCBની બે દિવસ સ્પેશિયલ ઝુંબેશ

  • આજે રાતથી ચેકિંગને પગલે 1100 ફેક્ટરીઓને મેગાલાઇનમાં પાણી ન છોડવા માટે આદેશ
  • તા.15 ઓગસ્ટ રાત્રે 12થી તા.17 ઓગસ્ટ વહેલી સવાર સુધી સ્પેશિયલ ડ્રાઈવ
  • મેગા લાઈનના તમામ ઢાંકણાઓ ખોલી તેમાં CCTV મારફ્તે ચેકિંગ કરાશે

સાબરમતી નદીમાં પ્રદૂષણની સમસ્યા મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વારંવાર કાઢવામાં આવતી આકરી ઝાટકણીને પગલે અમદાવાદ મેગા ક્લીન એસોસિએશન (MEGA)ની લાઈનમાં ગેરકાયદેસર કનેક્શન શોધવા માટે AMC અને GPCB દ્વારા તા. 16 અને તા.17 ઓગસ્ટ એમ બે દિવસ સંયુક્ત રીતે ચેકિંગ કરવા માટે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.

મેગા લાઈનના તમામ ઢાંકણાઓ ખોલી તેમાં CCTV મારફ્તે ચેકિંગ હાથ ધરવામાં આવશે. MEGA લાઈનમાં કેટલાં ગેરકાયદે જોડાણો કરાયા છે તે શોધી કાઢવા માટે તા.15 ઓગસ્ટના રોજ રાત્રે 12 વાગ્યાથી તા. 17 ઓગસ્ટના રોજ વહેલી સવાર સુધી આ સંયુક્ત ઝુંબેશ હાથ ધરાશે. જેના પરિણામે તા. 16 અને તા. 17 ઓગસ્ટના રોજ બે દિવસ મેગા લાઈનમાં કનેક્શન ધરાવતી વટવા, નારોલ, ઓઢવ, નરોડા સહિતની ફેક્ટરીઓ બંધ રહેશે. બે દિવસ માટે ગેરકાયદેસર કનેક્શનનો શોધવા માટે ચેકિંગના કારણે 1100 ફેક્ટરીઓને મેગાલાઇનમાં પાણી ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ગંદા પાણીને રાખવાની કેપેસિટી હોય તેવી ફેક્ટરી ચાલુ રાખી શકશે. પરંતુ જેમની પાસે સુવિધા નથી તેઓ ફેક્ટરીમાંથી પાણી મેગા લાઇનમાં છોડી શકશે નહીં. AMC અને GPCBની ચેકિંગ ઝૂંબેશ દરમિયાન જો કોઈ ગેરકાયદેસર કનેક્શન મળી આવશે તો તેને બંધ કરી દઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષમાં મેગા લાઈનમાંથી 155 જેટલા ગેરકાયદેસર કનેક્શન શોધવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, MEGA લાઈનની ક્ષમતા 90 MLD છે. જેમાં હાલમાં 76 MLD કાર્યરત છે. અગ્રણી ઈન્ડસ્ટ્રીઝ અને ફેક્ટરીઓનું 36થી 38 MLD જેટલું પાણી લાઈનમાં જાય છે. 1થી 2 MLD વધારાનું પાણી ગેરકાયદેસર કનેક્શનનું હોવાની સામે આવતા હાલ 40 MLD જેટલું પાણી ડિસ્ચાર્જ થાય છે. શહેરના પૂર્વ પટ્ટામાં આવેલા વટવા, નરોડા, નારોલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓ, પ્રોસેસ હાઉસો, દ્વારા ટ્રીટ કર્યા વિના છોડવામાં આવતા ગંદા પાણીને કારણેMEGA લાઈનમાં શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા, વટવા, ઓઢવ, નારોલ સહિતની 1100થી વધુ ફેક્ટરીઓ CETPમાં પોતાનું ગંદું પાણી છોડે છે અને ટ્રીટ થયા વિનાનું અશુદ્ધ પાણી સાબરમતી નદીમાં જાય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button