SPORTS

us open tennis: યાનિક સિનર ઓકોનેલને હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો

  • ઇગા સ્વિયાતેક પણ અનાસ્તાસિયાને હરાવી ચોથા રાઉન્ડમાં પહોંચી
  • સિનરને ટાઇટલ જીતવાનો પ્રબળ દાવેદાર મનાઇ રહ્યો છે
  • 2012ના ચેમ્પિયન દાનિલ મેદવેદેવ પણ આગામી રાઉન્ડમાં પહોંચ્યો

વર્લ્ડના નંબર એક ખેલાડી યાનિક સિનરે ક્રિસ ઓકોનેલ પર સરળ જીત મેળવવાની સાથે જ યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. જોકોવિચ અને અલ્કારેઝ સ્પર્ધા બહાર ફેંકાયા બાદ હવે સિનરને ટાઇટલ જીતવાનો પ્રબળ દાવેદાર મનાઇ રહ્યો છે.

સિનરે પોતાની ખ્યાતિ પ્રમાણે પ્રદર્શન કરતા બે કલાક કરતા પણ ઓછા સમયમાં ઓકોનેલને 6-1, 6-4, 6-2થી પરાજય આપ્યો હતો. 2012ના ચેમ્પિયન દાનિલ મેદવેદેવ પણ આગામી રાઉન્ડમાં પહોંચ્યો છે. રશિયાના આ ખેલાડીએ ફ્લેવિયો કોબોલીને 6-3, 6-4, 6-3થી સીધા સેટમાં હરાવ્યો હતો. તેનો આગામી મુકાબલો નૂનો બોર્જેસ સામે થશે, જેણે જેકબ મેન્સિકને સંઘર્ષપૂર્ણ મેચમાં 6-7 (5), 6-1, 3-6, 7-6(6), 6-0થી પરાજય આપ્યો હતો. મહિલા વર્ગમં વર્લ્ડ નંબર એક ખેલાડી અને 2022ની ચેમ્પિયન ઇગા સ્વિયાતેકે અનાસ્તાસિયા પાવ્લુચેનકોવાને 6-4, 6-2થી ગાક આપી હતી. પાંચમો ક્રમ ધરાવતી જેસ્મીન પાઓલિનીએ પણ યૂલિયા પુતિનત્સેવાને 6-3, 6-4થી હરાવી હતી. તેનો આગામી મુકાબલો 2023ની ફ્રેન્ચ ઓપન ફાઇનલિસ્ટ કેરોલિયના મુચોવા સામે થશે. મહિલા વર્ગમાં જેસિકા પેગુલા, લ્યૂડમિલા સેમસોનોવા અને ડાયના શ્નાઇડર પણ આગળ વધવામાં સફળ રહી છે.

જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર સિનર સોમવારે આગામી રાઉન્ડમાં અમેરિકાના ટોમી પૉલ સામે રમવા ઊતરશે. પોલે કેનેડાના ક્વોલિફાયર ગેબ્રિયલ ડાયલોને હરાવ્યો હતો. અલ્કારાઝને હરાવનાર વેન ડે ડેન્સ્ચુલ્પ પોતાના વિજય અભિયાનને જાળવી રાખી શક્યો નહોતો અને તેનો જેક ડ્રેપર સામે સીધા સેટમાં પરાજય થયો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button