GUJARAT

ભાવનગરમાં હાઇવે પર ટ્રક પાછળ બાઈક ઘૂસી 3 પિતરાઈનાં મોત

ભાવનગરના પાલિતાણા હાઇવે રોડ ઉપર સોનાપરી નજીક ગુરૂવારે મોડી રાત્રે બાઇક અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકો થોરાળી ગામથી પાલીતાણા તરફ બાઈક લઈને ત્રણ સવારી યુવાનો જઈ રહ્યા હતા. તે સમયે આરએમસીના ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આજે (શુક્રવારે) ટુંકી સારવાર વધુ એક યુવકનું મોત નીપજ્યું હતું.

પરિવારમાં છવાઈ ગમગીની

આ ઘટનામાં થોરાળી ગામના ત્રણ યુવાનોના કરુંણ મોત નીપજતા પરિવારમાં માતમ ફેલાયો છે. અકસ્માતની ઘટના બાદ પરિવારજનો આરોપ કર્યો હતો કે હાઈવે રોડ ઉપર ટ્રકની પાછળ પાર્કિંગ લાઈટ પણ શરૂ કરવામાં આવી ન હતી અને રેડિયમ પણ લગાવવામાં આવ્યું ન હતું. આ ગોઝારા અકસ્માતમાં કમલેશ વાઘેલા, દીપક વાઘેલા અને રાહુલ વાઘેલા નામના કૌટુંબિક ભાઈઓના મોત નીપજ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button