TECHNOLOGY

Technology: Microsoft Outageની તમારા પર પણ થઈ રહી છે અસર, કરો ચેક

  • આ મુશ્કેલી એક કોન્ફિગ્રેશન ચેન્જના કારણે છે
  • ક્લાઉડ સર્વિસ સવારે 3.26 મિનિટે પ્રભાવિત થઈ
  • તમામ સર્વિસ ડિગ્રેડેશનની તકલીફો વધી

Microsoftની સેવાઓ દુનિયાભરમાં પ્રભાવિત થઈ છે. તેના કારણે બેંક્સ, ફ્લાઈટ્સ અને અન્ય ઈમરજન્સી સેવાઓ પ્રભાવિત થઈ રહી છે. આ આઉટેજના કારણે માઈક્રોસોફ્ટ 365 યૂઝર્સ તમામ એપ્સ અને સર્વિસનો ઉપયોગ કરી શકતા નથી. કંપનીનું કહેવું છે કે આ મુશ્કેલી એક કોન્ફિગ્રેશન ચેન્જના કારણે છે. તે વર્કલોડનો ભાગ છે. તેનાથી સ્ટોરેજ અને કમ્પ્યુટર સેવાઓ પ્રભાવિત થઈ રહી છે.

તમામ સેવાઓ થઈ પ્રભાવિત

Microsoft 365 Statusનું માનીએ તો ક્લાઉડ સર્વિસ આજે સવારે 3.26 મિનિટે પ્રભાવિત થઈ છે અને તમામ સર્વિસ ડિગ્રેડેશનની મુશ્કેલીઓ આવી રહી છે. માઈક્રોસોફ્ટે કેટલીક સર્વિસને રિસ્ટોર કરી છે. આ પછી યૂઝર્સ Microsoft Defender, Intune, OneNote અને SharePoint Online યૂઝ કરી શકી રહ્યા છે. જો કે PowerBI, Fabric, Teams, Purview અને Viva Engageની સર્વિસ હજુ પણ ડાઉન છે.

 

ભારતમાં પણ અનેક ફ્લાઈટ્સને થઈ અસર

ભારતની વાત કરીએ તો Indigo, Akasa Air, Air India Express અને Spicejetની પાસેથી મળી રહેલી માહિતિ અનુસાર તેમને ટેકનિકલ ગ્લિચનો સામનો કરવો પડી રહ્યો છે. તેના કારણે ટિકિટ બુકિંગથી લઈને વેબ ચેકિંગની સમસ્યાઓ આવી રહી છે. દુનિયાભરની બેંકો પણ આ આઉટેજના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

શું આવી રહી છે મુશ્કેલીઓ

માઈક્રોસોફ્ટની સર્વિસ આઉટેજના કારણે યૂઝર્સને અનેક મુશ્કેલીઓ અને ફરિયાદો છે. કેટલાક લોકોની સિસ્ટમ જાતે બંધ થઈ રહી છે તો અનેક યૂઝર્સને બ્લૂ સ્ક્રીન જોવા મળી રહી છે. ભારત, અમેરિકા સહિત અનેક દેશમાં વિમાનની સેવાઓ પર આ આઉટેજની મોટી અસર થઈ રહી છે.

કયા યૂઝર્સને થશે અસર

કંપનીએ એક રિપોર્ટમાં કહ્યું છે કે આ મુશ્કેલીનો સામનો કોઈ પણ યૂઝર પર થઈ શકે છે. જે માઈક્રોસોફ્ટ 365 એપ્સ અને સર્વસનો ઉપયોગ કરવાની કોશિશ કરી રહ્યા છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે મુશ્કેલીઓનો ઉકેલ લાવવાની કોશિશ કરી રહી છે. આ મુશ્કેલીનું કારણ એક કોડ કોન્ફિગ્રેશનમાં ફેરફાર છે.

કેવી રીતે તમે કરી શકશો ઠીક

  • જો તમે પણ આ મુશ્કેલીમાં છો તો કંપનીએ તેને રિકવર કરવા માટે સ્ટેપ્સ જાહેર કર્યા છે. તમે સર્વિસનું એક્સેસ તો નહીં લઈ શકો પણ જે સર્વિસ મળી રહી છે તેનો યૂઝ કરી શકશો.
  • યૂઝર્સે સૌથી પહેલા Windowsને સેફ મોડ કે વિંડોઝ રિકવરી એનવોર્મેન્ટમાં બૂટ કરવાનું રહેશે.
  • આ પછી તેમને C:\Windows\System32\drivers\CrowdStrike ડાયરેક્ટરી પર જવાનું રહેશે.
  • આ પછી C-00000291*.sys ફાઈલ શોધવાની રહેશે અને તેને ડિલિટ કરવાની રહેશે.
  • છેલ્લે તમારે તમારી સિસ્ટમને સામાન્ય રીતે રિસ્ટાર્ટ કરવાની રહેશે.  




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button