બનાસકાંઠાના વડગામમાં 3 કલાકમાં 8 ઇંચ વરસાદ

ગુજરાતમાં ચોમાસાની ઋતુએ સક્રિય રૂપ ધારણ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠામાં વરસાદે ભારે તાંડવ મચાવ્યું છે. અત્યાર સુધીના 24 કલાક દરમિયાન રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાનો વડગામ તાલુકો સૌથી આગળ રહ્યો છે, જ્યાં 8.6 ઇંચ વરસાદ નોંધાયો છે. પાલનપુરમાં 6.1 ઇંચ અને દાંતીવાડામાં 6.0 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદના કારણે જીવન અસ્તવ્યસ્
બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પાલનપુરના ડોક્ટર હાઉસ અને મફતપુરા વિસ્તારમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા ભારે નુકસાન થયું છે. વૃદ્ધો અને બાળકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને પણ અસર પહોંચી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં ચેતવણી
4 જુલાઈ, ગુરુવાર
યલો એલર્ટ: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
5 જુલાઈ, શુક્રવાર
ઓરેન્જ એલર્ટ: અરવલ્લી, મહીસાગર, દાહોદ
યલો એલર્ટ: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ
6 અને 7 જુલાઈ
ઓરેન્જ એલર્ટ (6 જુલાઈ): બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
યલો એલર્ટ: કચ્છ, પાટણ, મોરબી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ
7 જુલાઈ, રવિવાર
ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા અને સાબરકાંઠા
યલો એલર્ટ: કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી