GUJARAT

Bhavnagar: ગુજરાતની માફક અંગ્રેજી માધ્યમને પણ મટીરિયલ્સ અપાશે

  • પ્રભારી શાળાઓમાં કબજો જમાવે છે : વિપક્ષ બાળકોને તાલીમ માટે કીટ ખરીદાશે : શાસક
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવનિયુક્તિ હોદ્દેદારોની પ્રથમ સાધારણ સભામાં 16 કાર્યોને અપાયેલી બહાલી
  • ઘોઘા રોડ પરની ઘનશ્યામનગરની શાળા માટે જગ્યાની દરખાસ્ત કરીને મહાપાલિકા પાસેથી માંગણી કરાશે

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પાંચ શાળા દીઠ સમિતીના સભ્યને પ્રભારી તરીકે નિમણુંક કર્યા બાદ તે શાળામાં કબજો જમાવી દે છે, પ્રિન્સીપાલની ખુરશી પર બેસી જાય છે, કોઈ પણ નિર્ણય તેને પુછયા વગર થઈ શકતો નથી. સભ્યને સત્તા નહિ હોવા છતા જોહુકમી કરતા હોવાનો આક્ષેપ સમિતિના વિપક્ષી સભ્યએ કર્યો હતો, સભામાં કુલ 16 કાર્યોની ચર્ચા વિચારણાના અંતે બહાલી આપવામાં આવી હતી.

નગર પ્રથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા નવનિયુક્ત ચેરમેન નિકુંજ મહેતાના અધ્યક્ષ સ્થાને અને શાસનાધિકારી એમ.બી.બડમુલિયાની ઉપસ્થિતિમાં મળી હતી, જુદા જુદા કાર્યોની વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી, જેમાં શાસક પક્ષ દ્વારા પાંચ શાળા દીઠ એક સભ્યને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવાના નિર્ણય સામે વિપક્ષી સભ્યએ વિરોધ કર્યો હતો, અને શાળામાં કબજો જમાવતા હોવાની ઘટના ભૂતકાળમાં બની હોવાનો રોષ વ્યક્ત કરીને સમિતીઓ બનાવવા સુચન કર્યુ હતું. વધુમાં બેઠક દરમિયાન શાળાઓમાં સફાઈ ખર્ચ તમામ શાળાઓને સરખા પ્રમાણમાં 2500 રૂપિયા ફાળવવામાં આવી રહ્યો છે, તેમાં સુધારો કરીને શાળામાં છાત્રોની સંખ્યા અથવા તો તેના કેમ્પસના પ્રમાણમાં ખર્ચ કરવા વિચારણા કરાઈ હતી.

બાળકોમાં વિજ્ઞાન વિશે રૂચિ વધે તે માટે નારી ખાતે આવેલા સાયન્સ સેન્ટરની શાળા વાઈઝ મુલાકાત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વધુમાં શિક્ષણ નિતી 2020 અંતર્ગત બાળકને વ્યવસાયલક્ષી તાલીમ મળી રહે તે માટે કીટ નક્કી કરીને તેની ખરીદી કરીને તેનો ખર્ચ દસ લાખની મર્યાદમાં કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતી માધ્યમની માફક બે અંગ્રેજી માધ્યમથી શાળાઓમાં પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિકના બાળકો અને વાલીઓના હિતને લક્ષમાં રાખીને કોર્સ મટીરિયલ્સ તૈયાર કરવા અને તેની ખરીદી કરીને તેનો ખર્ચ સમિતીએ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો, ઉપરાંત બંને અંગ્રેજી માધ્યમની શાળા માટે ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યૂનિકેશન ટેકનોલોજી વિકસાવવા માટે ખર્ચ કરવા નિર્ણય લેવાયો હતો.

આ સિવાય પણ જિલ્લા પંચાયત સંચાલિત નવાબંદર પ્રાથમિક શાળા અકવાડા વિસ્તાર કોર્પોરેશન હદમાં ભેળવવામાં આવેલ હોવાથી આ શાળા સંભાળવા અને જરૂરી કાર્યવાહી હાથ ધરવા નિર્ણય લેવામાં આવ્યો હતો,જોકે, વિપક્ષ સભ્ય પ્રકાશ વાઘાણીએ નવી શાળાઓ બનાવવાની માંગણી સાથે સુચન કર્યુ હતું.

નિર્મળનગરમાં શાળા નં. 40માં જગ્યાનો અભાવ છે, રમત ગમત માટે શાળાની પાછળ જગ્યા ઉપલબ્ધ છે, જે મહાનગર પાલિકા સમક્ષ માંગણી મુકવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ. શિક્ષણ સમિતિની કચેરી અદ્યતન બનાવવા અને બાંધકામ કરવા તેમજ સુભાષનગર શાળા નં. 24, બાનુબેની વાડી શાળા નં. 3, શાસ્ત્રીનગર શાળા નં. 60 અને સિદસર પ્રાથમિક શાળામાં નવા ઓરડાના બાંધકામ કરવા એસએસએમાં ફરી વખત દરખાસ્ત કરવા નક્કી કરવામાં આવ્યુ હતું. કુલ 16 કાર્યોની વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને બહાલી આપવામાં આવી હતી.

અંગ્રેજી માધ્યમનું સાહિત્ય હવે છેક યાદ આવ્યુ ?

અંગ્રેજી માધ્યમની શાળામાં કોર્સ મટીરિયલ્સ ફાળવવા હવે છેક કાર્ય મુકવામાં આવતા વિપક્ષ સભ્યએ નારાજગી વ્યક્ત કરી હતી, જોકે, ચેરમેને પોતે નહિ હોવાનો બચાવ કર્યો હતો, પરંતુ ગત ટર્મમા ચેરમેન પણ સભ્ય જ હતા, જો કે, વિપક્ષ સભ્ય પણ સભ્ય તો હતા જ તેઓએ ધ્યાન દોરવુ જોઈએ, તેવો પ્રતિકાર કર્યો હતો. સમિતીની બેઠક બબ્બે, ત્રણ મહિનાના બદલે દર મહિને બોલાવીને મહત્વના કાર્યોનો નિર્ણય લેવા વિપક્ષ સભ્યએ માંગણી કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button