GT vs MI IPL 2025: IPL 2025માં ગુજરાત ટાઇટન્સે પોતાની પહેલી મેચ જીતી, મુંબઈ ઇન્ડિયન્સનો સતત બીજો પરાજય
IPL 2025 ની 9મી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે MI ને 36 રનથી હરાવ્યું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 160 રન જ બનાવી શકી હતી.

શનિવારે IPL 2025 ની 9મી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે MI ને 36 રનથી હરાવ્યું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 160 રન જ બનાવી શકી હતી. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 48 રનની ઇનિંગ રમી. આ ટુર્નામેન્ટમાં મુંબઈનો સતત બીજો પરાજય છે, આ પહેલા તે ચેન્નાઈ સામે હારી ગયો હતો. જ્યારે આ ગુજરાતનો પહેલો વિજય છે.
૧૯૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને પહેલી જ ઓવરમાં રોહિત શર્માના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. રોહિત 4 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો. રાયન રિકેલ્ટન 9 બોલમાં ફક્ત 6 રન બનાવી શક્યો. તિલક વર્મા 36 બોલમાં 29 રન બનાવીને આઉટ થયા. રોબિન ફક્ત ત્રણ રન જ બનાવી શક્યો. સૂર્યકુમાર યાદવ 28 બોલમાં ફક્ત 48 રન બનાવી શક્યા. હાર્દિક પંડ્યા ફક્ત ૧૧ રન બનાવી શક્યો. નમન ધીર ૧૮ અને મિશેલ સેન્ટનર ૧૮ રન બનાવી અણનમ રહ્યા. ગુજરાત તરફથી સિરાજ અને કૃષ્ણાએ ૨-૨ વિકેટ લીધી.
પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં તમામ વિકેટે 196 રન બનાવ્યા. ગુજરાત તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ ૬૩ રન બનાવ્યા. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલી ગુજરાતની ટીમની શરૂઆત સારી રહી હતી. શુભમન ગિલ અને સાઈ સુદર્શને પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી. શુભમન ગિલ 27 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. જોસ બટલર 24 બોલમાં ફક્ત 39 રન બનાવી શક્યા. શાહરૂખ ખાને 7 બોલમાં 9 રન બનાવ્યા. સાઈ સુદર્શન ૪૧ બોલમાં ૬૩ રન બનાવીને આઉટ થયા હતા. બોલ્ટને LBW આપવામાં આવ્યો. રાહુલ તેવતિયા રન આઉટ થયો. રૂથરફોર્ડે ૧૧ બોલમાં ૧૮ રન અને રાશિદ ખાને ૪ બોલમાં ૬ રન બનાવ્યા. સાઈ કિશોર છેલ્લા બોલ પર રન આઉટ થયો. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી, જ્યારે બોલ્ટ, ચહર, મુજીબ અને રાજુએ એક-એક વિકેટ લીધી.