ઘોર કળિયુગ! બનાસકાંઠામાં સગી માને પુત્રએ પાવડાના ઘા ઝીંકીં મોતને ઘાટ ઉતારી, જાણો કાળજું કંપાવતી ઘટના

કળિયુગમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે ખરેખર ચોકાવનારા હોય છે. ક્યારેક સંબંધોની પણ હત્યા આ કળિયુગમાં કરતા લોકો ખચકાતા નથી ત્યારે કંઈક આવું જ થયું છે બનાસકાંઠા જિલ્લામાં,બનાસકાંઠાના વડગામ તાલુકામાં પુત્ર જ માતાનો હત્યારો બન્યો છે.જે પુત્રને નવ નવ મહિના માતાએ પોતાની કોખમાં પાળી જન્મ આપ્યો તે બાદ અનેક પરિસ્થિતિઓનો સામનો કરી પુત્રને લાડકોટથી ઉછેર્યો તે જ પુત્ર હવે મોટો થઈ માતાનો જ હત્યારો બની ગયો.
વડગામ તાલુકાના શેરપુરા (સેભર) ગામની છે જ્યાં અગમ્ય કારણોસર માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ અને આવેશમાં આવી ગયેલા હત્યારા કપૂત પુત્ર પરિમલ કટારીયાએ માતા મધુબેન કટારીયાના માથાના ભાગે પાવડાના ઘા ઝીંકી માં ને લોહી લુહાણ કરી દીધી જેના કારણે મા ત્યાં જ ઢળી પડી આખરે તેનું મોત થયું.
જોકે સગી માં ને મોતને ઘાટ ઉતાર્યા બાદ આ કપૂત પરિમલ ફફડી ઉઠ્યો અને ઘરેથી રફુ ચક્કર થઈ ગયો. જોકે તે બાદ ઘટનાની જાણ વડગામ પોલીસને થતા વડગામ પોલીસ એફએસએલ સહિતની ટીમો લઈ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી તો પોલીસને જાણવા મળ્યું કે સગા દીકરા પરીમલે જ તેની માતાની હત્યા કરી દીધી છે. અને આ કપૂત પરિમલ ઘરેથી હત્યા કર્યા બાદ રફુચક્કર થઈ ગયો છે.