GUJARAT

ગુજરાતમાં વધુ એક પ્લેન ક્રેશ: અમરેલીના રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ, પાઈલટનું મોત

અમરેલીના ગીરિયા રોડ પર ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. વિમાનમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે. વિમાન દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો તથા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

વિમાન કેવી રીતે ક્રેશ થયું તે અંગે તપાસ શરૂ

મળતી માહિતી અનુસાર, રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું વિમન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં એક જ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. આ વિમાન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે.

પાયલોટનું મોત

આ સાથ તેવી પણ માહિતી સામે આવી છે કે આ પ્લેન, જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું, પાઈલોટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું. દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતો, જે કમ નસીબે મોતને ભેટ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button