દ્વારકાના ગોમતીઘાટમાં સાત જણા ડૂબ્યા, છ જણાને બચાવી લેવાયા; એક યુવતીનું મોત

દ્વારકા સ્થિત ગોમતીઘાટમાં સાત જણા ડૂબ્યા હતા. જેમાંથી એક યુવતીનું મોત નીપજ્યુ હતું. જ્યારે ચ લોકોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની વિગત મુજબદ્વારકામાં આવેલ ગોમતીઘાટમાં આજે બપોરે સાત લોકો નહાવા માટે ઉતર્યા હતા.
જેમાં આ સાતેય લોકો પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. જેથી સ્થાનિકો તેની મદદે આવ્યા હતા. જેમાં સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા 4 યુવક અને 3 યુવતીઓ મળી કુલ 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા છે. ફાયરની ટીમ તેમજ સ્થાનિક ઊંટ ચલાવનાર લોકોએ ડૂબતા લોકોનું રેસ્ક્યુ કર્યું.
યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અને રેસ્કયુ કરેલ ત્રણ યુવતીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય યુવતીઓ જામનગરની રહેવાસી છે.પ્રાથમિક માહિતી અનુસાર, પ્રવાસીઓ જામનગરના હોવાનું આવ્યું સામે આવ્યું છે. ડૂબવા ઘટનામાં ભાગેશ્વરી નામની 1 યુવતીનું મોત નીપજયું છે. તો અન્ય યુવતી ગંભીર રીતે ઘાયલ છે. તમામને દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.