24 કલાકમાં ગુજરાતના 159 તાલુકામાં ભારે વરસાદ, આ જિલ્લામાં આજે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં ધોધમાર વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ જોડિયામાં 7.17 ઈંચ, મેંદરડામાં 5.7 ઈંચ, અમીરગઢ,માં 5.0 ઈંચ, કેશોદ 4.9 ઈંચ, કાલાવડ 4.6 ઈંચ અને પલસાણામાં 5.6 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ આજે (23 જૂન) પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
આ જિલ્લાઓમાં યેલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે (23 જૂન) પણ વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ડાંગ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
16 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 16 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
આ જિલ્લાઓમાં ઓરેંજ એલર્ટ
25 જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જિલ્લામાં ઓરેંજ એલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપ, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આગામી 26 થી 28 જૂન સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે.