NATIONAL

સોશિયલ મીડિયાની રીલ માટે અંતિમયાત્રાને પણ ન છોડી…

ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે પોલીસ કર્મીઓએ ફરજ પર રહીને Reel બનાવવાની લાલચમાં અંતિમયાત્રાને શૂટિંગ લોકેશન બનાવી નાખી. લોકો દુઃખમાં ડૂબેલા હતા અને બંને પોલીસ કર્મીઓએ અચાનક અર્થીને કાંધ આપીને પોતાનું વિડિયો શૂટ કરાવ્યું, વર્ધીમાં ફરજ પર તૈનાત હતા અને પાછળ થી બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ‘જીંદગી પ્યાર કા ગીત હૈ’ વાગી રહ્યું હતું.

વાઈરલ વિડીયોની SPએ લીધી નોંધ

જ્યારે આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે લોકોમાં રોષનો મહોલ છવાઈ ગયો. આખરે અમરોહાના પોલીસ અધિક્ષક અમિત કુમાર આનંદે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ જે બે પોલીસ કર્મીઓનો વિડિયો છે, તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાખો ફોલોઅર્સ છે અને તેઓ સોશિયલ મીડિયા પરથી કમાણી પણ કરે છે. Reel બનાવવાનું દૃશ્ય એટલું પ્લાન્ડ હતું કે જુદા-જુદા ઍંગલમાંથી વીડિયો લઈ એડિટિંગ કર્યા પછી અપલોડ કર્યો હતો.

પોલીસ હવે Reel માટે છે કે ફરજ માટે?

ઘટનાના સામે આવતાની સાથે અનેક નાગરિકોએ સોશિયલ મીડિયામાં કડક પ્રતિસાદ આપ્યો છે. લોકોનો સવાલ છે કે હવે પોલીસનો ઉદ્દેશ માત્ર Reel અને લાઈક્સ સુધી સીમિત રહી ગયો છે? શું વર્દીની ગૌરવમય મર્યાદાઓ હવે સોશિયલ મીડિયા સ્ટેટસ માટે ગુમાવાઈ રહી છે? એવા આરોપો પણ થયા કે કેટલાક અધિકારીઓ એવા પોલીસ કર્મીઓને સપોર્ટ કરે છે જે સોશ્યલ મીડિયા પર વધારે લોકપ્રિય છે.

વિભાગે અગાઉ પણ આપ્યા હતા ચેતવણીભર્યા આદેશ

ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા થોડા સમય પહેલા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે નવા ભરતી થયેલા જવાનો સોશિયલ મીડિયા ઉપયોગ કરતી વખતે વિભાગની શિસ્ત અને ગોપનીયતાનો ભંગ ન કરે. પોલીસ કર્મીઓને પોઝિંગ કરવા કે Reel બનાવવાની સાથે તંત્રની પ્રતિષ્ઠાને નુકસાન નહીં થાય તેવું વર્તન રાખવાની જરૂર હોવાનું જણાવાયું હતું. છતાં, આવા કિસ્સાઓમાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે, જેના કારણે વિભાગે ફરીવાર કડક વલણ દાખવવાની તૈયારી બતાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button